Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. પિોપટલાલ પુંજાભાઈ શાહ વિકટેરિયા યુગ બેસે છે, દેખીતી શાંતિ પ્રસરે છે, દેશના હાથમાંથી ધીમે ધીમે હથિયાર સરકતાં જાય છે અને ખમીર ને ખામોશનાં હીર બળવા માંડે છે. એવે ટાંકણે બંને અવતરે છે, ઊગે છે અને પ્રકાશે છે. - એકની જીવનકથા કહે છે કે એણે બ્રહ્મચર્ય ને કસરતને પ્રતાપે, જોધપુર, જયપુર વગેરે નરેશની ઘોડાગાડીઓ એકલે હાથે દેડતી થંભાવી દીધેલી, કૈક કસરતબાને મહાત કરેલા અને પિતાની મુખપ્રભાથી પણ કેટલાયને આંજી દીધેલા; એના કાંડા-બળે કેકનાં ધાર્યાં ધૂળ મળી ગયેલાં.
બીજાની જીવનગાથા પણ આપણને સંભળાવે છે કે એણે બ્રહ્મચર્યને પ્રતાપે એક ભીલને ડારીને અહિંસક બનાવી દીધેલે, બીજા એક સમશેરધારીનું કાંડું પકડીને તેને વગડામાંથી ઘસડી ગએલા અને તેને પણ માફી દઈને અહિંસક શૌર્યને સાચો પરચો બતાવેલ, તેમ જ અતિ બોજાથી દબાઈ પડેલા એક ગરીબ પ્રાણુનો ભાર એકલે હાથે ઉપાડી લઈ તેને બચાવેલું.
એક ક્ષત્રિય કુલમાંથી ઉત્પન્ન થયા, વૈશ્ય કુળમાં પિષણ પામ્યા અને વૈશ્ય ગુરુ બન્યા. બીજા બ્રાહ્મણ કુલે ઉત્પન્ન થયા અને આર્યસમાજના ગુરુ બન્યા.
બંનેની દેહસિદ્ધિ જેમ એક હતી તેમ બેયની આત્મસિદ્ધિ પણ એક જ હતી. બંનેમાં ચાલતી સ્થિતિથી પ્રગટ થનારો અસંતોષ અને તેને મીટાવવાને પુણ્ય-પ્રકોપ ઉગ્ર હતો. બંને કાંતિના ઉત્સાહક અવતાર હતા, છતાં એક આર્યસમાજને–એક નવીન પંથને પ્રસિદ્ધ સ્થાપક બન્યું અને બીજે જૈન ધર્મની એક શાખાને પ્રચંડ સંરક્ષક થયા. એ સંગેની અનુકૂળતાને જ પ્રભાવ.
' એક આખા આર્યાવર્તનો જયોતિર્ધર બને છે, દેશની રાષ્ટ્રીય અમિતાના અસ્તિત્વનો આભાર અર્થ પામે છે, આર્ય સમાજ જેવી જગપ્રસિદ્ધ સંસ્થાનો પ્રાણ બને છે. વળી એનાથી સત્તા થરથર કાંપી ઊઠે છે, અધર્મના કિલ્લાઓ ડગમગી ઊઠે છે, સનાતન ધમીઓમાં ફફડાટ થઈ રહે છે, રૂઢિઓનાં ખંડેર ખળભળી રહે છે અને હિંદુત્વમાં પ્રાણનો સંચાર થઈ રહે છે. એની ધર્મ પ્રવૃત્તિ જોઈને થીઓસૈફ પણ ઘડીભર થંભી જાય છે, અને એને “સત્યાર્થ પ્રકાશ” વાંચીને કેટલાં ય હૈયાં ડગમગી જાય છે.
બીજે માત્ર જેને જ-વેતાંબર મૂર્તિપૂજકોને જ પૂજ્ય સંરક્ષક બની રહે છે. જૈન ધર્મને શિથિલાચાર એને દુશ્મન દેખી એનાથી થરથરે છે, શુષ્ક અધ્યાત્મવાદ એનાથી ત્રાસીને મુંગે બની રહે છે, નાસ્તિક જડવાદ એનાથી હારીને સંતાઈ જાય છે અને જડ ક્રિયાવાદ એનાથી સીધાદોર બની સાચે માગે વળે છે.
શતાબ્દિ ગ્રંથ ] :
*: ૨૭ •
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org