Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરને અમર કાવ્યદેહ અરે સાહેબ! તમારા સે દીકરાને તાયો, તમારી માતા ને પુત્રીઓને તારી, જગતમાં જે કઈ આપનાં “નિજ જન” થયાં એ સર્વને તાર્યા અને અમારે આંતર રાખવે આપને ઘટે? આ અલંકાર છે, એ વાક્યમાં શબ્દાલંકાર તેમ જ અર્થાલંકાર છે. એ આખા લયની પરાકાષ્ઠા છેવટે આવે છે –
આતમ ઘટમેં ખેજ પિયા રે, બાહ્ય ભટકતો ને રહીએ; તું અજ અવિનાશી ધાર નિજરૂપ, આનંદધન રસ લહીએ.” ઋષભ૦ ૧૨
આખા અધ્યાત્મ અને યોગશાસ્ત્રને આ વાક્યમાં સાર છે, એમાં વિશિષ્ટ ભવ્યતા છે, આંતર ગ છે, નૈસર્ગિક સરળતા છે અને છેલ્લા મહાન ગી(આનંદઘન)ના નામનું આડકતરું સ્મરણ છે. આ પદ્યના ઉચ્ચભાવ ઉપરાંત એના પ્રત્યેક પદમાં કાવ્ય છે, રસ છે, અલંકાર છે અને સ્થાયી ભાવેનું સામ્રાજ્ય છે. અને ત્યારપછી પ્રથમ જિનેશ્વરને “આત્માનદીનું અત્યંત ઉપયુક્ત વિશેષણ આપતાં લઘુલાઘવી કળાથી પોતાના બન્ને નામ જણાવી દીધા છે અને પછી “સિદ્ધાચળરાજા” ઉદ્દેશીને આનંદરસનું પાન કર્યું -કરાવ્યું છે.
જે થોડાં પદ્યો તેમના બહાર પડેલાં સાંપડે છે તે વિચારતાં તેમનામાં અસાધારણ વાક્ય-રચનાશક્તિ, મધુરતા અને સાહજિક્તા પ્રાપ્ત થાય છે. તેમાં કુદરતની સરળતા અને મધુર ઉન્માદ દેખા દે છે અને આંતરવેદના તથા સાધ્યસામિપ્યતા તરવરી રહે છે. એમણે એક પણ સ્થાને રસની ક્ષતિ થવા દીધી નથી, લઘુપાર્થિવતા આવવા દીધી નથી, અધેગામિત્વ આવવા દીધું નથી.
નૈસર્ગિક કવિ જ્યારે સહદય હોય ત્યારે એની પ્રતિભા કેવું કામ કરે છે એની આ તે માત્ર વાનકી છે. બાકી એમનાં પ્રત્યેક કવન, શબ્દ-ચિત્ર અને અંતરેગારના નમૂના છે, ભાવથી ભરેલાં છે, પ્રેરણાથી આળેખાયેલાં છે, શાંતિથી છવાયેલાં છે, ઊંડાણમાંથી નીકળેલાં છે અને આત્મિક પ્રગતિનાં દર્શક છે. એ રસસિદ્ધ કવિની પ્રત્યેક કૃતિ વિસ્તારથી ઉલેખ અને ચર્ચા માગે છે. એ પ્રત્યેક ભાવવાહી કૃતિઓ એક વાર વાંચી–સાંભળીને દૂર કરી નાખવા ગ્ય નથી. એનું સાહિત્યમાં અમર સ્થાન છે અને એને વિશેષ અપનાવવામાં સ્વપરહિત રહેલું છે
સાહિત્ય” શબ્દ સંકુચિત અર્થમાં કાવ્યની વૈજ્ઞાનિક ચચો કરે છે. એવા પ્રકારની સાહિત્યકીય ચર્ચા આચાર્યશ્રીના કાવ્ય સાહિત્યની થાય તે એના પ્રત્યેક અંગ-ઉપાંગમાં એવી ઉચ્ચ શ્રેષ્ઠતા નિ:શંકપણે પ્રકટે તેમ છે. એમને કાવ્યદેહ અમર તો!
: ૨૨ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org