Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
[ જીવનના સાવ સાદા પ્રસંગે પણુ, એના અંતરાળમાં ઢંકાએલી ભવ્યતાના બળે, ઐતિહાસિક બની જાય છે. સ્વ. સૂરિજીની નમ્રતા અને વિનયશીલતાના દ્યોતક એવા “ અનેક પ્રસગા ’ જે માનનીય શ્રી કુંવરજીભાઈના ઊંડા સ્મૃતિભંડારમાં સંગ્રહાયેલા પડ્યા છે તેમાંના ત્રણ પ્રસંગે અહીં તેમણે તારવી બતાવ્યા છે. ]
विणयमूलो धम्मो
આ મહાપુરુષે જૈનશાસનને જે અતિશય દીપાવ્યું તેનું મૂળ કારણુ વિચારતાં તેમનામાં વિનયગુણુ અતિ પ્રમળ હતા તે જ જણાય છે. જૈનશાસ્ત્ર વિનયમૂળ ધર્મ કહે છે. એ વિનયને એ મહાત્માએ હૃદયમાં કારી રાખેલા હતા. એમના વિનય ઉપરના ન હતા પણ શુદ્ધ અંત:કરણના હતા. એમના વિનય ગુણને લગતા બે–ત્રણ પ્રસંગે આ લેખમાં તાવવાની મને ઇચ્છા થાય છે.
૧ પ્રથમ જ્યારે એમણે અમદાવાદમાં શાંતમૂર્તિ મુનિરાજ શ્રી ખૂંટેરાયજી મહારાજ પાસે ચારિત્ર ગ્રહણ કર્યું ત્યારે વાસક્ષેપ કરવાને અવસરે એમણે મુનિમહારાજશ્રી મૂળચંદજી ગણિને કહ્યું કે:– મને આપના નામને વાસક્ષેપ કરી આપના શિષ્ય બનાવે. ’ મુનિરાજશ્રી મૂળચંદજીએ કહ્યું કે− ભાઇ તા પિતાની હયાતિમાં જ થશે, પુત્ર તેા ત્યારપછી પણુ થશે. વળી આપની ચેાગ્યતા ગુરુમહારાજના શિષ્ય થવાની છે, માટે આપને તેમના નામના વાસક્ષેપ થાય તે જ ચેાગ્ય છે.’ આમ કહેવાથી તેએ મુનિરાજશ્રી ખૂંટેરાયજીના શિષ્ય અને મુનિરાજશ્રી મૂળચંદ્રજીના ગુરુભાઇ થયા. જુએ, આ પ્રસંગમાં એમને વિનય ગુણ અને લઘુતા કેવી પ્રદર્શિત થાય છે! ધન્ય છે એવા નિરભિમાની મહાત્માને !
૨ બીજો પ્રસંગ. મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ છેલ્લી વયમાં શરીર અટકી જવાથી વિહાર કરી શકતા ન હેાવાથી ભાવનગરમાં જ સ્થિતિ કરીને રહ્યા હતા. તે પ્રસ ંગે મહાત્માશ્રી આત્મારામજી મહારાજ સિદ્ધાચળ મહાતીર્થની યાત્રા કરીને, એમને વંદન કરવા ભાવનગર શિષ્ય પરિવાર સાથે પધાર્યા હતા. તે વખતે મુનિરાજ શ્રી વૃદ્ધિચંદ્રજી
શતાબ્દિ ચ ]
Jain Education International
For Private & Personal Use Only
*૨૩૩
www.jainelibrary.org