Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
વિનયપ્રધાન મહાપુરુષ આત્મારામજી
મહારાજની ખાસ પ્રેરણાથી શ્રી ભાવનગરના સંઘે એમનું ઉચ્ચ પ્રકારનું સ્વાગત કર્યું હતું. તેઓ સાહેબ સામૈયા સાથે જ્યાં મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી બિરાજતા હતા ત્યાં મારવાડીના વંડાના નામથી ઓળખાતા ઉપાશ્રયમાં પધાર્યા ત્યારે મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી દાદરા સુધી સામા આવ્યા અને બંને ગુરુભાઈઓ જેમ ગૃહસ્થ મળે તેમ બહુ આનંદપૂર્વક ભેટયા (ગાઢ આલિંગનવડે મળ્યા). પછી મંગળિક સંભળાવવા માટે જવાનું કહેતાં એ મહાપુરુષ બોલ્યા કે-“આપની હાજરીમાં હું પાટે બેસી ન શકું.” મહારાજશ્રી વૃદ્ધિચંદ્રજીએ કહ્યું કે
હું કહું તો બેસો કે કેમ?” ત્યારે આત્મારામજી મહારાજ બેલ્યા કે-“આજ્ઞા કરે તે માથે ચડાવું.” પછી મંગળિક સંભળાવવા વ્યાખ્યાનપીઠ પર બિરાજ્યા પણ માત્ર માંગલિક સંભળાવતા જ અલ્પ વખતમાં શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી નાખે તેમ મુગ્ધ-પ્રેમી બનાવી દીધા.
પછી ત્યાંથી ઊઠીને મુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી પાસે આવી વંદન કરવાનો આદેશ માગતાં વૃદ્ધિચંદ્રજી મહારાજે કહ્યું કે –“આપ તો હવે આચાર્ય થયા છે. એટલે આત્મારામજી મહારાજ બોલ્યા કે–આચાર્ય કેને? શ્રાવકોને, આપને તો સેવક.” એમ કહીને વિનયપૂર્વક વંદન કર્યું. જુઓ વિનય ગુણનું અતિશાયીપણું! લઘુતામાં જ પ્રભુતા વસે છે તેનું અહીં તાદૃશ્ય દિગ્દર્શન થાય છે.
- ત્યારપછી બે દિવસ રાત્રિને મોટો ભાગ બંને ગુરુભાઈઓ એકાંતમાં બેઠા અને શાસનહિતની, સાધુ સંસ્થાની અનેક વાતો કરી અને પરસ્પર ખુલાસા કર્યો.
- ૩ ત્રીજો પ્રસંગ. એઓ સાહેબ જ્યારે લુધી આનામાં વ્યાધિને અંગે બેશુદ્ધ થઈ ગયા હતા ત્યારે લુધીયાનાથી એમને એકદમ અંબાલે લાવવામાં આવ્યા હતા. ત્યાં શુદ્ધિ આવ્યા પછી તે હકીક્તની ખબર પડવાથી પિતે મૂળચંદજી મહારાજ ઉપર પત્ર લખીને આયણ માગી લીધી હતી! આનું નામ મહાપુરુષપણું! જુઓ, એમનામાં વડીલ ગુરુભાઈ પ્રત્યે કેટલે વિનય, બહુમાન અને પ્રેમ હતો ? પિતે આલેયણ જાણતા હતા પરંતુ આલોયણું તે વડીલ આપે તે જ લેવી ઘટે, એવા મુનિમાર્ગને સમજનારા તેમ જ અનુસરનારા હતા.
એમના વિનયગુણને લગતા બીજા પણ અનેક પ્રસંગ છે તેમાંથી માત્ર આ બે-ત્રણ પ્રસંગ અનુકરણીય હોવાથી લખવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે એમાંથી વર્તમાન મુનિગણ સાર ગ્રહણ કરી તદનુકૂળ વર્તન કરશે કે જેથી વર્તમાન સમયે દેખાતી નિર્નાયક જેવી સ્થિતિ દૂર થશે અને સ્વયેગ્યતાને સમજી વિનયગુણનું અવલંબન લેવામાં આવશે, જેને પરિણામે આપણે ઐકયતારૂપ સુપ્રભાત જેવાને ભાગ્યશાળી થઈ શકશું
શ્રી વિજયાનન્દસૂરિ (આત્મારામજી) મહારાજનું આચાર્યપદાર્પણ પછી ભાવનગર પધારવું જ થયું નથી તે આ પ્રસંગે ભાવનગરના નામથી શી રીતે પ્રસિદ્ધિમાં આવ્યો ? સંભવે છે કે કોઈ બીજા સ્થળનો પ્રસંગ પ્રસિદ્ધિ પામ્યો હોય. વલભવિજય.
૨૪
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org