Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. પિપટલાલ પુંજાભાઈ શાહ કેટલી ય અરાજકતા એની મેળે નાશી જાય. આત્મારામજીની ઈચ્છાશક્તિ, નિરધારપાલન અને કઠણ વિનયરક્ષા જે આજ હોય તો જૈનશાસનમાંથી, શ્રાવકે સાધુને પંપાળે અને સાધુઓ શ્રાવકને પંપાળે એ લાચાર સ્થિતિ પલટાઈ જઈ જેનશાસનનાં તેજ ઔર ઝળહળી ઊઠે.
બાબૂજી પોતે જ કહે છે કે –
મને તો મહારાજજીની નિશ્ચયાત્મકતા જોઈ બહુ જ આનંદ થયો. આવા નિશ્ચયબળવાળા અને શ્રીમતિની પરવાહ નહિ રાખનાર મુનિનાં દર્શન ખરેખર વિરલ હોય છે. અમારી લાગવગથી કે ભક્તિથી ચલિત થઈ જાય તે મુનિએ શું પરાક્રમ કરી શકે ? મને તો આત્મા રામજીનું નિશ્ચયબળ જઈને બહુ જ સંતોષ થયો છે.
મુનિઓના આચારવિચાર માટે તે ખૂબ જ કડક રહે છે, એટલું જ નહિ પણ પિતાને વંદણું કરવા આવનારમાં પણ પિતે એટલી જ સંયમની-ખાનપાનની-કડકાઈ ઈચ્છે છે અને વ્યવસ્થા કરે છે. આજ વાંદવા આવતા મહેમાન અને સાધુઓને એમનું વ્યક્તિત્વ સ્પષ્ટ કહી રહ્યું છે કે –
“વાંદવા આવે તેને માટે કે મહેમાનો માટે સાદું દાળ, રોટીનું જ ભેજન જોઈએ.”
વચનની કિસ્મત, જે બેલાય તે પળવું જ જોઈએ એવો આગ્રહ પણ તેમનામાં એટલે જ તીવ્ર છે, અને એમાં પણ સ્પષ્ટતા તરી આવે છે. ગુરુજી ના પાડશે એમ માનીને ઈચ્છા નહિ છતાં, ચોમાસાની હા પાડનાર એમના સરલ શિષ્ય મુનિશ્રી હર્ષવિજયજીને પોતે કહે છે કે –
જે એવું હતું તે પહેલા હા કહેવી નહોતી. બોલતાં પહેલાં વિચાર કેમ ન કર્યો? તમે ઘેઘાના ગૃહસ્થને જે વચન આપ્યું છે તે પાળવું જ જોઈએ. હવે બીજી વાર વચન કાઢતાં પહેલાં વિચાર કરજે. તમારા શબ્દની તમે પોતે કંઈ કિસ્મત ન આંક તો બીજાની પાસે તો એની કુટી બદામ પણ કિસ્મત ન અંકાય.”
પિતાની વચનગુપ્તિની કેટલી કિસ્મત ? એની કેટલી સબળ અને સફળ રક્ષા?
જેટલી શબ્દની કિસ્મત એટલી વ્યક્તિત્વની પ્રતિભા, એ સૂત્રને જીવનમાં ઉતારવા માટે વચનગુપ્તિની સંભાળ રાખવાની અને રખાવવાની કેવી પ્રચંડ ઉઘોષણા ?
આપણે એમની છબીનાં દર્શન કર્યા, આપણને એમની પ્રકૃતિની અને આત્મસ્વભાવની ઝાંખી પણ થઈ ગઈ અને સાથે સાથે એમના અક્ષરદેહમાંથી પણ થોડુંક દર્શન આપણે કરી લીધું.
હવે એમના વિચાર-વ્યક્તિત્વનાં દર્શન કરવા એમના અક્ષરદેહને શોધીને તેમાંથી થોડુંક જ જાણીએ.
જેનદર્શન અને જૈનશાસન માટે જ એમનું જીવન છે એ આપણે જોઈએ છીએ. જેનદર્શનને એ પોતે “ષ દર્શન જિન અંગ ભણુજે” એમ કહીને સવ દર્શનનો સરવાળો માને છે અને એમાં પિતે સ્યાદ્વાદ લીનો આશ્રય લઈને આબાદ સફળ નીવડે છે. શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org