Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. પોપટલાલ પુંજાભાઈ શાહ કેટલીક વાર ઓછી શકિતની કે ઓછી પાત્રતાની સેવા સ્વીકારતાં સેવકને પોતાની શક્તિને પવવી પડે છે અને એ ગોપનને પરિણામે એ શક્તિઓને વિકાસ અને પમરાટ અટકે છે. આત્મારામજી મહારાજને પણ એમ જ થયેલું; નહિ તે તેઓ ઔર ઝળકી ઊઠત.
છતાં જેટલી સંગોને વશ કરવાની તેમનામાં ત્રેવડ દેખાય છે તેટલી તેમને પલટાવીને જુદું જ સ્વરૂપ આપવાની પ્રતિભા ઝળકતી નથી. સંગને અનુકૂળ બનાવી, પાત્ર પ્રમાણે દાન દેવા ઝરમર ઝરમર વરસવાની જેટલી તેમનામાં ઝાલક જણાય છે તેટલી મુશળધાર વરસી, જે આવે તેને ઉથલાવી–ઘસડી-ઢસડી-તાણી જવાની પ્રચંડતા માલૂમ પડતી નથી.
અને તો પણ એમનું વ્યક્તિત્વ નીરખનારનાં મનમાં “તો” ઠીકઠીક ખડે થઈ જાય છે.
જે તેઓ ખંડન-મંડનમાં ન પડ્યા હોત તો?” “જે તેઓ વાણીઆ, વેપારીઓના પૂજ્ય ન બન્યા હોત તો?” “જો તેઓ આજના ગાંધી યુગમાં જન્મ્યા હોત તો?”
પણ એ “તો' ની ઉત્તર આપવાની માનવીની શક્તિ ન હોય, અને એવા “તો ” ની કલ્પનામાં રાચવાની તેને જરૂરે ય ન હોય.
વ્યક્તિ જે કાળે અવતરી, ઊગીને ઊભી થઈ તે કાળ પ્રમાણે તેનું વ્યક્તિત્વ કેટલું વિકસ્યું તે જોવાને જ આપણને અધિકાર છે. એ વ્યક્તિત્વ આપણે આજ પરોક્ષ રીતે જાણીને જોઈએ છીએ તેવું છે. એની ઝાંખી આપણો અધિકાર પ્રમાણે આપણે કરી શકીએ તેવી છે.
એમના વ્યક્તિત્વમાં ભડભડ બળતા અને લાવાથી બાળી દેતા જવાળામુખીની પ્રલય-પ્રચંડતા નથી, પણ ફાટફાટ થતા ભૂકંપની વિનાશકતા છે; એમાં જે આવે તેને બાળીને ખાખ કરી નાંખે એ ઉનાળાના મધ્યાહ્ન સૂર્યનો ધમ-ધખારો નથી, પણ ઠંડીને દૂર કરી, વાદળાંને ધીમે ધીમે વિખેરી, ઝાકળ ને ધૂમસને શોષી લેવાની બાલ-રવિની ધીમે વધતી મક્કમ ગરમી છે; એમાં બરફની શિલાને ઘસડતા, પથ્થર પહાડ ને ખડકને વિદારતા, ઉપરથી નીચે પાતાળ ફેડવા ધોધ છેડતા, મોટા મેદાનની રેતીને ઘસડી જતા અને તેની પથરાળી ભૂમિને લીલીછમ બનાવવા તેના પર વિશાળકાંપના થરના થર પાથરી દેતા અને અનેક હસ્તે સાગરને ભેટતા મહાનદની પ્રખર વિશાળતા નથી, પણ કાંટાને ઘસડતી, ઝાંખરાને ઢસડતી, ખડક વચ્ચે થઈને ધીમે માર્ગ કાપતી, કેકના મેલ હરતી, પાસેનાં ખેતરોને નહેરે જેવા નાના હાથવડે પાણી પાતી અને જરૂર પડ્યે કઈ કઈ વાર તોફાનથી ગાજતી અને સાગરને-ધ્યેયને, એકલીનતાથી શાંતિપૂર્વક ભેટતી નદીની મીઠી પ્રબળતા છે; એમાં એક તડાકે કે એક તીરે હરિફને હરાવવાની સચોટતા નથી, પણ એક પછી એક તીર છોડી વાદીને હંફાવવાની સાચી શૂરવીરતા છે.
આપણે એ પરમ દર્શનથી ધન્ય ત્યારે જ બનીએ કે જ્યારે એમનું કર્યું કાંઈક કરીએ, આપણે એમની શતાબ્દિ ત્યારે જ ઉજવી કહી શકીએ કે જ્યારે એમની સુધારતા, ઉદારતા અને સંગઠન-ઝંખનાને પાર પાડી શકીએ.
શતાબ્દિ ગ્રંથ ]
- ૧૫:
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org