Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. મોતીચંદ ગિરધરલાલ કાપડિયા ૩. જ્યારે મારે મહિમા થાય છે, મારી પૂજા થાય છે ત્યારે મનડાને એ વાત ગમે છે. ૪. હું નિર્ગુણ છું છતાં જાણે ગુણવાન હોઉં એવી વાત એ સાંભળે છે ત્યારે
એ રાજી થાય છે. આવી રીતે મન-મર્કટ પોતાની ચપળતા છોડતું નથી એવી ફરિયાદ કરે છે. પોતે મહિમા-પૂજાને યોગ્ય હતા એ નિર્વિવાદ વાત છે, છતાં એ મહિમા-પૂજાને કઈ નજરે જેતા હતા એ ખાસ બેંધવા જેવું છે. એમને હદયથી એને ત્રાસ હતું, એ પિતાની જાતને એવી મહિમા-પૂજાને ગ્ય થવાની ફિકરમાં જ રહેતા હતા. ગુણપ્રાપ્તિ અને ગુણવત્વની આ અચૂક નિશાની છે. પોતાની લઘુતા વિચારનાર જ ગુણપ્રાપ્તિમાં પ્રગતિ કરી શકે છે. એટલે છેવટે ભગવાનને વિજ્ઞપ્તિ કરે છે કે “સાહેબ ! મન વાંદરું પિતાને ઘેર આવે, એવું શીખ.” અત્યારે એ પરભાવમાં રમણ કરી રહ્યું છે, એને હજુ બાહ્યાડં. બરમાં મજા આવે છે, એને હજુ માન ગમે છે, એને બદલે એ સમતારંગે રંગાઈ જાય અને એ પરભાવ છેડી સ્વભાવમાં આવે એવું આપ કરી આપો.
આ આત્માનુભવ કોને થાય? આ વિમલા આત્મદશા ક્યો આત્મા અનુભવે? અનુભવી થેગી આનંદઘનજીએ કહેલ છે કે–“મનડું કિમ હી ન બાઝ, હો કુંથુજિન મનડું કિમ હી ન બાઝે. અને છેવટે પિતાનું મન વશ આવે એવી માગણી કરી તેને મળતી આ દશા છે. એ દશા સામાન્ય રીતે બહુ અગમ્ય છે, સાધારણ રીતે એ દશાની વાતે સુઝે છે પણ એને માટે ચિંતા બહુ ઓછાને થાય છે. અપૂર્વ ગેયતા સાથે આ હૃદયને ભાવ જે મહાન વિભૂતિને થાય તેની અંતરદશા કેવી વર્તતી હશે તેને સહજ ખ્યાલ આવે તેમ છે. ત્યાં ભગવાનને કહે છે કે-“સાહેબ ! હું છઠ્ઠી વાર તમારી પાસે આવ્યો છું અને તમે દુનિયામાં સમુદ્રનું બિરુદ પ્રાપ્ત કર્યું છે તે મારી તો એક નાની સરખી જ માગણી છે. આટલી તે જરૂર આપ.” અને પછી મનને “નિજ ઘર ” આવવાની–લઈ આવવાની નાનકડી (?) માગણું કરે છે. એ નથી માગતા સારી ભિક્ષા કે નથી માગતા સ્વર્ગનાં સુખ, નથી માંગતા રાજ્યવૈભવ કે નથી માગતા શારીરિક સુખાકારી; એ નથી માગતા મેટાં સામૈયાં કે નથી માગતા લબ્ધિસિદ્ધિ. પોતે હદયની મુંઝવણ ભગવાન પાસે રજુ કરે છે અને સાવ સાદી પણ ઉચ્ચગ્રાહી માગણી રજુ કરે છે અને તે દ્વારા આડકતરી રીતે પિતાને અંતરાત્મા કેવા આદર્શો સેવી રહ્યો છે તે વ્યક્ત કરે છે. આ રહ્યાં એમાંનાં થોડાં કવને – મનરી બાતાં દાખજી મહારા રાજ હે,
રિખભજી થાને, મનરી ખાતાં દાખાજી; કુમતિના ભરમાયાજી મહારા રાજ રે, કાંઇ વ્યવહાર કુળ મેં, " . " કાલ અનંત ગમાયા જી મહારા રાજ,
X
શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org