Book Title: Atmanandji Jainacharya Janmashatabdi Smarakgranth
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Atmanand Janma Shatabdi Smarak Trust
View full book text
________________
શ્રી. પોપટલાલ પુંજાભાઈ શાહ આવે તો જ માને; કારણ કે ભગવાનનાં વચનોમાં પણ કોઈક વાર કોઈએ ભ્રમ ઊભું કર્યો. હોય અને તેને બેટે અર્થ કર્યો હોય છે?
એટલે સાંપ્રદાયિક ચીલે ચાલવાને રાહ તો એવા આત્માને સ્પર્શ કરી પણ શકે નહિ. એટલે જ તે એક સાધુને કહી દે છે કે –
___ " मैं कोई गुरुका, दादागुरुका बंधा हुवा नहि हुँ; मुजे तो महावीरस्वामीके शासनके शास्त्रोंका मानना ठीक हैं। यदि कीसिके पिता, पितामह कूपमें गीरे हुवे तो क्या उसके पुत्रको भी कूपमें ही गीरना चाहिये ?"
એ જ અડગ સ્વતંત્રતા મેજરનામાને ઉડાવી દે છે અને ગુરૂને શાંત પાડતાં આશ્વાસન દે છે કે –
કુછ ઉત્તા નદિ, બાપ મત , મેં મેરા મા જ ” ' એ જ સ્વભાવ છેવટ સુધી રહે છે અને તપગચ્છમાં આવ્યા પછી, તે સંઘના સાધુઓને અને અગ્રેસરને કહી દે છે કે –
રઢિશોને હું તાજીની સમાચાર માનવા તૈયાર નથી !” આમ એમનો અસંતોષ અને સ્વતંત્રતા છાનાં રહેતાં નથી, ઢાંક્યાં રહે તેવાં લાગતાં નથી. છેવટે એમને બળવાની તૈયારી કરીને ખુલ્લો વિરોધ કરવો પડે છે. એ વિરોધને માટે તૈયાર થઈ, તેની સામે ગમે તે મુશ્કેલીઓ આવે તે સહવા પોતે તૈયાર થઈ જાય છે.
મળવાની હિંસાથી એ ત્રાસી ઊઠે છે, અને પરિણામે એમની વૈરાગ્યભાવના ઉત્કટ થાય છે; પણ એથી તે શુષ્ક, આધ્યાત્મિક એકલતાની ઓથે જવાની સાફ ના પાડે છે. એને હૈયે તે જાગે છે શાસન-ઉદ્ધારના કેડ, અને એને ખાતર એ વ્યવસ્થાનાં પગરણ માંડે છે. એમને એકલાને આત્માને ઉદ્ધાર જોઈતા નથી, એમની ઈચ્છા તો બને એટલાને “શાસન-રસી” કરવાની થાય છે. નથી એમનામાં શુષ્ક ક્રિયાજડતા આવતી કે નથી એમનામાં શુષ્ક જ્ઞાનજડતા ઉત્પન્ન થતી. એટલે જ એ શ્રાવક અને સાધુઓની ધાર્મિક ક્રિયાના શુદ્ધ આગ્રહી બને છે અને શાંતિસાગરને તેમજ હુકમ મુનિને નિરુત્તર કરી દે છે.
એ યુગ એટલે નવા નવા પંથનો જમાનો ખંડન-મંડનનો કાળ. એમના પર એની અસર પ્રબળપણે થાય છે. હિંદુત્વને, આર્યત્વને શુદ્ધ કરવા જેમ દયાનંદ ખંડન-મંડનની હાકલ કરે છે તેમ જેનશાસનને ઉદ્ધારવા આત્મારામજી પણ એવો જ પડકાર કરે છે. એમને પડકાર એકલા સ્થાનકવાસી સામે જ થતો નથી, પણ એમની વ્યક્તિઓ સર્વ ધર્મોને દઝાડે છે. વળી એ જેનશાસનમાંથી યતિવગને, શિથિલાચારી મૂર્તિપૂજકને તેમ જ અમૂર્તિપૂજકને, હુકમ મુનિએને અને શાંતિસાગરેને પણ વીણી વીણીને ખંડન-મંડનની યુક્તિથી ઢીલા કરી નાંખે છે. શતાબ્દિ ગ્રંથ ]
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org