________________
આચાર્ય શ્રી આત્મારામજીનું વ્યક્તિદર્શન પણ જેનશાસન માટેની એમની વ્યવહારુ ધગશ પણ એટલી જ તીવ્ર છે. એ પોતે માને છે કે શાસન વિના દર્શન પ્રત્યક્ષ કેવી રીતે થઈ શકે ? તેથી જૈન શાસન માટે, તેની પુનર્રચના કાજે, તેના સંરક્ષણ અને સંગઠન માટે ખૂબ ખૂબ આજ્ઞાઓ આપે છે અને પળાવે છે.
જૈનશાસનની દશા માટે પોતે કહે છે કે –
" जैनियोमें विद्याका जैसा चाहियें वैसा प्रचार और प्रेम नहीं है, ऐक्यता नहीं है, साधुओमें भी प्रायः परस्पर इर्ष्या बहुत है; यह व्यवहार जैनीओंका हैं, जैनधर्मका नहीं।"
સંગઠન એમના વ્યાખ્યાન-ઉપદેશ–નો મુખ્ય સૂર છે. ખંડન-મંડનના મોરચામાં એ સાદ ન પડાય કે ન સંભળાય છે કે સંઘ કે સમાજ પોતાની અમિતા કે અસ્તિત્વ ટકાવી શકે નહિ. એટલા માટે તેઓ પિકારી પિકારીને કહે છે કે --
" अपणे सरीखी जीनकी सुवृत्ति होवे, उनके साथ एक चित्तसें सुख, दुःख, व्यसनकष्ट, राजउपद्रवादिमें बराबर संगठित रहे; गाम, नगर ( देश ) निवासीओंसें फटे नहि, નિઃપક્ષ હો રે .”
આમાં પોતાની જાતિના જ નહિ પણ સાર્વજનિક સંગઠન ઉપર ભાર મૂક્યો છે. વળી પિતે આગળ કહે છે –
" अपनी जातिवालोंके कष्टकी उपेक्षा न करे, तथा सच्चा माननीयका मानभ्रंश न करे। दरिद्री, पीड़ित, साधर्मिक जातिमें बुद्धि और गुणो करके बड़ा होवे उसकी पालना करें।"
એમનામાં ખંડન-મંડનનું ઝનૂન છે. એ ઝનૂન વાદવિવાદમાં ઉગ્ર બને છે, સામા પક્ષની દલીલે તોડી-કેડી નાંખી ફેંકી દેવામાં શૂર બને છે અને જેનદર્શનનું સત્ય પ્રતિપાદિત કરવામાં મસ્ત બની રહે છે; છતાં એમના સ્વભાવની શાંત સાત્વિક્તાને એ ઝનૂન અભડાવી શકતું નથી. પરમતાવલંબીના મતદર્શનને વિવાદથી જીતવા પ્રચંડ તાર્કિક અને અહિંસક ઝનૂની બનનાર આત્મારામજી પરમતવાળા સાથેનો વર્તનને વ્યવહારુ બોધ જુદી જ રીતે આપે છે. એમાં જ એમની જેનદર્શનની સાચી અહિંસક શ્રદ્ધા ઝળકી ઊઠે છે. એ શ્રદ્ધાના આચાર એમના તર્કવાદને સબળ સમર્થન આપી રહે છે. એ ઉપદેશમાં સત્યાગ્રહી ઉદારતાનીસમભાવી દયાભર્યો સેજ ની લહેરો ઊડી રહે છે. તેઓ કહે છે કે –
" परमतवालोंके साथ, परतीर्थी के साथ उचित व्यवहार करें, उचित कृत्यसें यथायोग्य दान करें; अन्यमतवालोंके साधु-संत आवे तो उनको उचित दान करें, भिक्षा देवें, આસન, હા રે, કર સન્માન કરે !”
આગળ વધારે સ્પષ્ટ કરતાં કહે છે કે – : ૧૨ :
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org