________________
આચાર્ય શ્રી આત્મારામજીનું વ્યક્તિદર્શન આ બેમાંથી આત્મારામજી ક્યા વર્ગમાં આવી શકે? એ પ્રશ્નને ઉત્તર આપતાં પહેલાં તેમની સ્થિતિને-સંગને વિચાર કરીએ.
રાજ્ય સ્થાપનાના હોંશીલા છતાં તેમાં નિષ્ફળ નીવડતાં, ધાડપાડુ ગણાએલા પિતાને ક્ષત્રિય પુત્ર ભાગ્યયોગે વણિક-વૈશ્યના રક્ષણ તળે આવી રહ્યો. તે જ અરસામાં લગભગ પંજાબકેસરી રણજીતસિંહનું મૃત્યુ થયું. પંજાબના વિગ્રહ થયા અને ઇસ્લામ યુગમાં સૌથી પ્રથમ પરદેશીઓને શરણે જનાર પ્રાંત હારેલા, થાકેલા ચોદ્ધા જેવો સૌથી છેલ્લે વિદેશીઓને તાબે થયા. એ સમય પંજાબને જ નહિ પણ આખા ભારતના સંક્રાન્તિકાળનો આરંભ-યુગ હતો. દીતા સમજણ ઉમરનો થયે તે વેળાયે પંજાબના વિગ્રહ પૂરા થઈ ગયા હતા અને લેરેન્સ ભાઈઓ પંજાબને થાળે પાડતા હતા. અઢાર વર્ષની વયે દીક્ષા લીધા પછી ત્રણેક વર્ષે બળવો થયે અને શમે. તે કાળ અશાંતિ, અવ્યવસ્થા અને અવિશ્વાસને હતો. ધર્મભયની બૂમ તે ચોમેર પડી રહી હતી, એટલે ધર્મરક્ષણનું ઝનૂન તે કાળે ભારતને જીવનમંત્ર થઈ ચૂકયું હતું.
આત્મારામજીનું વ્યક્તિત્વ, એ અશાંતિ, અવિશ્વાસ અને અવ્યવસ્થા તેમ જ હિંસાના તાંડવથી ત્રાસી ઊડ્યું અને છેવટ ધર્મઝનૂને ઘડાયું. એ ઘડતરને અહિંસક ધર્મે જુદી દિશાએ વાળ્યું, એટલામાં એને અનુકૂળ સન ૧૮૬૧ થી વિકટોરીઆનો શાંતિયુગ બેઠે. તે દરમ્યાન આત્મારામે અભ્યાસ કરી લીધો હતો અને ધર્મ–જાગ્રતિનાં સાચાં સ્વપનની ઝાંખી તેને થઈ ચૂકી હતી.
બળવાનાં પરિણામની અને શાંતિયુગની અસર તેનામાં સંગઠનના વિચારરૂપે, શરીરને ધર્મ અર્થે સબળ બનાવવાના આચાર ઉપદેશરૂપે અને ધાર્મિકતાના સાવિક ઝન
મી. દયાનંદસ્વામીને બળવાને પરિણામે નિઃશસ્ત્ર, નિરાધારી, કુસંપ અને સ્વાભિમાનનો લેપ દેખાય એટલે એમને આર્યત્વનું ઉગ્ર અભિમાન, સંગઠન, શુદ્ધિ અને બળશાલિવા માટે શસ્ત્ર શિક્ષણ–એટલાં તત્ત્વ પ્રજાના ધર્ણોદ્ધાર માટે આવશ્યક લાગ્યાં.
આત્મારામજી મહારાજ ઉપર પાછી ગુજરાતના શાંત વાતાવરણની અસર પણ થઈ અને એથી એમણે જેનશાસનની સેવા સ્વીકારી.
તે કાળે જેનશાસન છિન્નભિન્ન હતું : એક તરફ તિવર્ગ, બીજી તરફ સંવેગી સાધુ વર્ગ અને ત્રીજી તરફ સ્થાનકવાસી સંપ્રદાય. એ ત્રણે વેતાંબર જૈન શાખાને વીંખી પીંખી રહેલ હતા. કુસંપ, શિથિલાચાર અને શાસ્ત્રોના અવળા વિચાર ને આચારનાં ગોથાંમાં જેને જનતા ગબડ્યા કરતી હતી. આ બધું જોઈને આત્મારામજીનો આત્મા કકળી ઊઠ્યો અને તેમણે, પિતાને જે સત્ય જણાયું હતું, પિતે જે શાસ્ત્ર-શાસનને સંપૂર્ણ માન્યું હતું તેને ઉદ્ધાર કરવા કમર કસી, અને એ ઉદ્ધારની યોજનામાં એમનું જીવન બચાઈ ગયું અને ઘણેક અંશે તે કાળે તો તેમને ઉદ્દેશ સફળ પણ થઈ ચૂક્યો.
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org