________________
શ્રી પોપટલાલ પુંજાભાઈ શાહ આવી રીતે તેમના ઉપર યુગબળની અસર થઈ અને તેમનું વ્યક્તિત્વ તે પ્રમાણે ઘડાયું. આત્મારામજી આમ પ્રખર અને પ્રચંડ કાંતિકાર નહિ, પણ સુવ્યવસ્થારૂઢ સુકાંતિના બીજવાળા સુધારક બન્યા.
તે યુગે હજી વિલાસનાં દર્શન કર્યા ન હતાં; સટેડીયે વેપાર, ઝીણાં અને હિંસક વસ્ત્રો તેમ જ ખાનપાનને સ્વચ્છેદ હજુ તે ટાણે પ્રવેશ્યાં ન હતાં. વળી શ્રમ, શસ્ત્રબળ અને સંતોષી જીવનથી સ્વાભાવિક રીતે જ શરીરબળ ટકાવી રાખવાની કળાને પણ તે વેળાએ હજુ લેપ થયો ન હતો. એટલે શીખ-ક્ષત્રિયપુત્ર દત્તાનું શરીર ખૂબ જ વિકસ્યું હતું. દીક્ષિત આત્મારામજીને પછી વિહારને શ્રમ, અપરિગ્રહી સાધુજીવન અને કડક સંયમ સાંપડ્યાં, એટલે એ શરીર સુદઢ રહ્યું.
આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજીને એમનો અંગત જીવન પરિચય હતો. તેઓશ્રી લખે છે કે
इस छबीमें प्रशस्त ललाट, अलौकिक तेज भरें शांत स्वरूप, दीर्घनयन, शरीरमें देवभावका प्रभाव, मुखमंडलमें सर्व जीवोंको अभय करनेवाली अपूर्व शोभा है।
વિશાળ કપાળ, પ્રતિભાવંતુ મુખ, માંસલ ગાત્ર અને તેજભર્યા જ્ઞાનાતુર નયને-એ એમની દેહ વિભૂતિ. એ વિભૂતિમાં એમનું પંજાબી વ્યક્તિત્વ ઢાંકયું રહી શકે તેમ ન હતું. એક ભારથી ચગદાઈ ગયેલા–દુર્બળ પ્રાણીને બે ઉપાડીને તેને બચાવવામાં કે સમશેરધારી ભીલનું કાંડું હચમચાવીને તેને વગડામાંથી ગામમાં ઢસડી જવાનાં અહિંસક શેર્યમાં એ વ્યક્તિત્વને કાંઈ અનોખો જ પ્રભાવ દેખાઈ આવે છે.
એમનો સ્વભાવ વિનોદી અને તાત્ત્વિક પણ હતો, તે એમની વાતો પરથી અને ચર્ચા પરથી દેખાઈ આવે છે. નિર્દોષ વિનોદ આ સાચા આત્મારામનું લક્ષણ છે. આજ ગાંધીજી પણ એ વિનોદને ઘણુએ વાર બહેલાવે છે, એમ આત્મારામજી પણ પિતાની સાધુ–મંડળીમાં વિનોદ કરતા.
એમના વ્યક્તિત્વમાં શ્રેય-પ્રાપ્તિનો તનમનાટ એટલે જ દેખાય છે. એમનામાં ક્રાંતિકાર જેવી શક્તિ બીજરૂપે હતી. ચાલતે ચીલે ચાલે તે સામાન્ય માનવી, સુધારક કે ક્રાંતિકાર બની શકે નહિ. સાત્વિક અસંતોષ, આત્મિક ઉણપનો ખટકે, એ હરકોઈ સાચા ક્રાંતિકારમાં જન્મથી જ હોય છે. એટલે જ દીરાની બાળજિજ્ઞાસા રમતગમતમાંથી જ્ઞાનની આતુરતામાં પરિણમી. અમરસિંઘજીના પ્રયત્નો શિબ પંથ માટે, એ કાંતિના બીજને વિકસાવવા માટે જ હતા, જીવણમલજીએ પણ એ બીજનાં દર્શન કરીને જ દત્તાને આત્મારામ બનાવ્યા હતા પણ જેના ભાગ્યમાં શીખપંથના મુખી થવાનું સરજાયું નહોતું, લગ્ન, સંસાર-સુખ કે જેધમલની મિલકત જેને જીતી શક્યાં નહિ, પાલક માત-પિતાને સ્નેહ જેને પલાળી–ખાળી શકો નહિ, એ સ્નેહને તરછોડીને દીક્ષા લેવા જેટલી પામરતા જેણે બતાવી નહિ અને છતાં એ જ સ્નેહને વિશાળ બનાવીને દીક્ષા લેવાની આનંદપ્રદ અનુમતિ મેળવવામાં જે શક્તિશાળી થઈ શકયા-એ આત્મારામને ન સંતોષી શક્યા જીવણમલ્લજી, ન આપી શક્યા અમરસિંઘજી શતાબ્દિ ગ્રંથ ]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org