________________
આચાર્ય શ્રી આત્મારામજીનું વ્યક્તિદર્શન કે ન જીતી શક્યા ચંદનલાલજી. એમનો આત્મા સ્વતંત્રતાને ચાહક અને શોધક હતું, એટલે એને પોતે જ્યાં હતા ત્યાં મજા ન પડી.
આત્મારામ જ્યારે મુંઝાય છે ત્યારે સ્વતંત્રતા માટે તલસે છે અને એનું દ્વાર જેવા મથે છે. એની એ સ્વતંત્રતાને બાધક કોઈપણ તત્ત્વને એ ગણકારતા નથી તેમજ એનાથી ડરતા કે અચકાતા નથી.
આત્મારામજીએ એ દશા અનુભવી આઠ દશ વર્ષ સુધી, અને એમાંથી છૂટવાની તમત્રાને સંતોષવા શાંત પ્રયત્નો આદયો. એમનામાં ફાટી નીકળતા પ્રલયના ધામ જેવી જ્વાલામુખીની દશા નહોતી, પણ ધરતીકંપની ગરમ થથરાટી અને એ થથરાટીમાંથી ઉત્પન્ન થતી માર્ગ કાઢવાની તીવ્રતા ભારોભાર ભરી હતી. એ તીવ્રતાએ એમને વ્યવહારુ બનાવ્યા.
પૂરી તૈયારી વિના સ્વતંત્રતા માટે ફાંફાં મારનાર પાછો પડે છે અને તેની બેડીઓ વધારે મજબૂત બને છે. ઉતાવળો કુદકે આપઘાત કરાવે છે, એ સત્ય આત્મારામજી સમજતા હતા તેથી તેમણે વડવાનલભયો સમુદ્રની શાંત ગંભીરતા સેવીને પોતાનું કર્તવ્ય ચાલુ રાખ્યું. છતાં જેમ એ સાગર પણ ટાણે-ટાણે તોફાની થઈ તરંગ ઉછાળે છે, પવનને સુસવાવે છે અને એમ કઈ કઈ વાર વડવાનલને ગુપ્ત રાખીને પણ પોતાની ગંભીરતા છોડે છે અને પિતાનું ઉગ્ર સ્વરૂપ દેખાડે છે તેમ આત્મારામજી પણ વ્યાકરણ ભણવામાં પોતાના સાધ્ય તરફ કૂચ કરવામાં કઈ કઈ વાર અડગ અને ઉગ્ર બની જાય છે.
એટલે જ એ પ્રતિજ્ઞા કરે છે કે –
" मैं अपनी शक्ति अनुसार भव्य जीवों के आगे सत्य सत्य बात प्रगट करूंगा, जीसको रुचेगा वोह ग्रहण कर लेवेगा, जीसको न रुचेगा उसकी सत्यके खातर मैं परवा ન સંપા.”
છતાં તેઓ વ્યવહારકુશળ છે. એ કુશળતા આત્મવંચના માટે નહિ પણ આત્મિક તૈયારી માટે રખાય છે. તેમને વિનય હાર્દિક છે છતાં કેઈને પણ સાફ સાફ કહી દેતાં તેમને આંચકે આવતો નથી. એમના પૂજ્યને આડા ફરીને પોતાની પૂજક બુદ્ધિ બતાવતાં, વિનયથી વંદણા કરીને પરસ્પર ભક્તિ-પ્રેમ વધે એવું સાચું વર્તન એ આદરે છે; પણ જ્યારે પૂજ્ય એમને દોષ કાઢે છે અને આલેચના લેવા કહે છે ત્યારે એમનો સ્વતંત્ર સ્વભાવ કકળી ઊઠીને એમને સુણાવી દે છે કે:-“કાં તો આપના શ્રાવકે આલોચના લે અને કાં તો આપ લ્યો. હું દેષિત નથી.”
આમ વિનય, વ્યવહારકુશળતા અને સ્વતંત્રતા એ એમનાં સ્વભાવનાં લક્ષણે છે. એક સત્યાગ્રહીને છાજે તેમ એ પૂજ્ય અમરસિઘજી સાથે વિનયવર્તન આદરે છે, પણ જ્યારે અસની વાત આવે છે ત્યારે એ એટલી જ નીડરતાથી વિવેકપૂર્વક સાચી હકીકત સંભળાવી દે છે.
એમને આત્મા સ્વતંત્રતાનો ભૂખ્યો છે. સાચી ભૂખ પિતાની બુદ્ધિનો ઈજારો કેઈને આપે નહિ. તે ખૂદ ભગવાનનાં વચનને પણ કસોટીએ ચડાવે અને તેમાં કંઈ પણ દેષ ન
[ શ્રી આત્મારામજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org