________________
વિશ્વની મહાવિભૂતિ શ્રી વિજયાનંદસૂરિવરને અક્ષરદેહ
સ્વર્ગવાસી ગુરુદેવ તેમના જમાનાના એક પ્રૠન્ય-પૂછવા લાયક પુરુષ હતા, એટલે તેઓશ્રીને ગામે ગામના શ્રીસંઘા તરફથી તેમ જ વ્યક્તિગત રીતે પણ નાની કે મેટી દરેક બાબતના વિધવિધ પ્રશ્નો પૂછવામાં આવતા. અને ત્યારે તેઓશ્રી તે તે પ્રશ્નોના જે ઉત્તર આપતા ( જેમાંના કેટલાક તે સમયના જૈન ધર્મ પ્રકાશ માસિકના અંક વિગેરેમાં છપાએલા છે) એ જોતાં આપણે તેએશ્રીની ઉત્તર આપવાની પદ્ધતિમાં સ્થિતપ્રજ્ઞપણું, ઉદારતા, નિષ્પક્ષપાતપણું તેમ જ અનાગ્રહીપણું વગેરે સ્પષ્ટ રીતે જોઇ શકીએ છીએ. કેટલાક એકજ વિષયના પ્રશ્નોના ઉત્તરે એ ગુરુદેવે પ્રશ્નકારની જિજ્ઞાસા, પરિસ્થિતિની ચેાગ્યતા વગેરે ધ્યાનમાં રાખી એટલી ગંભીરતાથી તેમજ ચેાગ્યતાથી આપ્યા છે કે જેમાં આપણને એ ગુરુદેવની સ્થિતપ્રજ્ઞતા તેમજ અનાગ્રહીપણાના સહેજે ખ્યાલ આવી જાય છે. આ ઠેકાણે અમે ઉદાહરણ ખાતર,—પર્યુષણામાં મહાવીર જન્મના દિવસે શ્રીફળ વધેરવાં એ શાસ્ત્રોક્ત છે કે કેમ ? એ રિવાજ કાયમ રાખવા કે કેમ ? એ ચાલુ રિવાજ અંધ કરી શકાય કે નહિ ? અને બંધ કરવા ચેાગ્ય જણાય તે શે। માર્ગ લેવા ?,આ પ્રશ્નો સંબંધમાં સ્વર્ગવાસી ગુરુદેવે જે જુદા જુદા માર્ગદર્શક ઉત્તરા આપ્યા છે ( જુએ, જૈન ધર્મ પ્રકાશ પુસ્તક ૯, અંક ૮ અને ૧૦) તેમજ તેમાં શ્રીસંઘમાં કોઇ પણ પ્રકારના વિક્ષેપ ઊભા થવા ન પામે તે માટે જે માર્ગદર્શન કરાવ્યુ છે એ જોવાની માત્ર ભલામણ કરીએ છીએ.
અંતમાં ટૂંકમાં અમે એટલુ જ કહીએ છીએ કે જ્યારે જ્યારે પ્રજામાં ધાર્મિક તેમજ નૈતિક નિશ્ચેતનતા પ્રગટે છે ત્યારે ત્યારે તેનામાં પ્રાણ પૂરવા માટે એકાદ અવતારી પુરુષ જન્મ ધારણ કરે છે, તેમ સ્વર્ગવાસી ગુરુદેવે અવતાર ધારણ કરી જૈન પ્રામાં અનેક રીતે પ્રાણ પૂર્યાં છે. જે જમાનામાં તેએશ્રીએ ગુજરાતની ધરા ઉપર પગ મૂકયા ત્યારે જૈન સાધુઓની સંખ્યા અતિ અલ્પ હતી, તેમાં શાસ્ત્રનો ગણ્યા-ગાંઠ્યા હતા, દેશ-વિદેશમાં જૈન સાધુઓને પ્રચાર અતિવિરલ હતા તેવે સમયે આ બધી બાબતામાં એ ગુરુદેવે પેાતાની પ્રતિભાદ્વારા સગીન ઉમેરા કર્યા છે. એમની પ્રતિભાને અળે જ શ્રીમાન્ વીરચંદ રાઘવજી ગાંધી ચિકાગાની સર્વ ધર્મ પરિષદમાં જઈને જૈનધર્મના તત્ત્વાને વિશ્વના મેદાનમાં રજુ કરી શકયા છે.
એ સ્વર્ગવાસી પરમપવિત્ર ગુરુદેવના અગમ્ય તેજને પ્રતાપે આપણે સાવ માન યુગને અનુરૂપ ધ સેવા, સાહિત્યસેવા અને જનસેવા કરવાનું બળ મેળવીએ એટલું ઇચ્છી વિરમીએ.
•: ૪ •
Jain Education International
कुण्ठाऽपि यदि सोत्कण्ठा, त्वद्गुणग्रहणं प्रति । ममैषा भारती तर्हि, स्वस्त्येतस्यै किमन्यया ! ॥ आचार्य हेमचन्द्र
For Private & Personal Use Only
[ શ્રી આત્મારામજી
www.jainelibrary.org