________________
N
એ
:
જીએ બાદશાહના રાજભંડારમાં દર વર્ષે “જીજયાવેરાનું ચોદ કરોડ દ્રવ્ય આવતું હતું તે માફ કરવાની | માગણી કરી અને કહ્યું કે–“તમે હમેશાં સવાશેર ચકલાની જીભ ખાઓ છો, તે હવેથી ખાવી બંધ કરો અને શત્રુંજય પર્વત પર જનારા માણસ દીઠ એક સુવર્ણટંક કર લેવાય છે તે માફ કરો,* તેમજ છ માસ સુધી અમારી પ્રવર્તાવો.” તે છ માસ આ પ્રમાણે બાદશાહના જન્મને માસ, પર્યુષણ પર્વના બાર દિવસ, બધા રવિવાર, બાર સંક્રાંતિની બાર તિથિઓ, નવરોજનો મહિનો, ઈદના બધા દિવસે, મહોરમના દિવસો અને સેફિઆના દિવસે બાદશાહે આ ચારે વાત કબુલ કરી અને તેના ફરમાનો મહોરછાપ સાથે તરત તૈયાર કરાવીને ઉપાધ્યાયજીને અર્પણ કર્યા. વાચકંદ્ર ગુરૂમહારાજ શ્રીહીરવિજયસૂરિજીને તેનું ભેટવું કર્યું.
આવી રીતે સૌભાગ્યલક્ષ્મી વગેરેની ઈચ્છા વાળા ભાવિક પુરુષોએ અઠ્ઠાઈ પર્વોમાં ધર્મની વૃદ્ધિને માટે વિવિધ પ્રકારે શાસનની ઉન્નતિ કરવી.
“પર્યુષણુષ્ટાબ્લિકાનું પહેલું વ્યાખ્યાન સંપૂર્ણ”
પNNNNN
樂家、家家、家:
* અકબર બાદશાહે “જીજીયા' શ્રીહીરવિજયસૂરીના ઉપદેશથી બંધ કર્યાના શિલાલેખી પૂરાવાઓ જેનોના પવિત્ર તીર્થ શ્રી શત્રુંજય પર આવેલા મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનને ફરતા પરિકરના નીચેના ભાગમાં તથા અમદાવાદમાં ઝવેરીવાડ, નિશાળમાં આવેલા શ્રીજગવલલભ પાર્શ્વનાથના દેરાસરમાં છે. + આ બાબતની નોંધ ઉપક્ત શ્રી આદીશ્વર ભગવાનની ભમતીની ભીંત પરના શિલાલેખમાં છે. –સારાભાઈ નવાબ
For Private & Personal Use Only
IV.