________________
યા
.૧
GKGREીક
કર્યો અને હાથની અંજલિ જોડીને કહ્યું કે-“હે સ્વામી ! આજથી આપે મારી સાથે મેટી મુસાફરી કરવી નહીં. પાછળ ધીમે ધીમે આવવું.”
પછી અનુક્રમે બાદશાહે અટક દેશના રાજાના નગરને ફરતો ઘેરો ઘાલ્યો. બાર વર્ષ વીતી ગયા. તો પણ તેનો કિલ્લો બાદશાહના કબજામાં આવ્યો નહીં. એક વખતે મુસલમાન, કાજીઓ અને મુલ્લાંઓએ મળી બાદશાહને કહ્યું કે– હે બાદશાહ! તું કાફર એવા શ્વેતાંબરીનો સંગ કરે છે તેથી આ કિલ્લો લેવાતો નથી એમ જણાય છે. બાદશાહે આ વૃત્તાંત ગુરૂને જણાવ્યો. ગુરુ બોલ્યા-જે દિવસે કિલ્લો લેવાની તમારી ઈચ્છા થાય તે દિવસે કિલો લઈએ પણ તમારું સૈન્ય છાવણીમાં રાખવું અને આપણે બંનેએ ત્યાં જવું. વળી તે દિવસે ગામની બહાર કે અંદર કેઈએ બીલકુલ હિંસા કરવી નહીં.” ગુનાં વચને સાંભળીને બાદશાહે પટાહ ઘોષણાથી સર્વત્ર હિંસા બંધ કરાવી અને પ્રભાતે બંને જણ એકલા કિલ્લા પાસે જવા નીકળ્યા, તે જોઈ કેટલાએક નિંદાર લોકો કહેવા લાગ્યા કે–“આ કાફર હિંદુ અકબરને શત્રુના હાથમાં સેંપી દેશે. - અહીં શાંતિચંદ્ર ઉપાધ્યાયજીએ કિલ્લા પાસે આવી એક ફંક મારીને કિલ્લાને ફરતી ખાઈ ધૂળ વગેરેથી પૂરી દીધી. બીજી ફૂંક મારીને શત્રુના સૈન્યને તંભિત કરી દીધું, ત્રીજી ફૂંક મારીને જેમ ધાણી ફટે તેમ કિલ્લાના દરવાજો ઉઘાડી નાખ્યા. બાદશાહે આશ્ચર્ય પામીને તે નગરમાં પોતાની આજ્ઞા પ્રવર્તાવી. પછી ગુરુ પાસે આવીને કહ્યું કે-“હે પૂજ્ય ! મને કાંઈપણ કાર્ય ફરમાવો.’ એ વખતે ઉપાધ્યાય
| 天天来来来来来来来来藏茶
Jain Educat
i onal
For Private & Personal Use Only
www.anebrary.org