________________
મ.
હયાંક
N
તે કેમ દેખાય છે?' બહુ આગ્રહ કરીને પૂછવાથી તેણે મોતીના સંબંધમાં બનેલી સર્વ વાત કહી | સંભળાવી. તે સાંભળીને બાદશાહે કહ્યું કે– તેમાં શું આશ્ચર્ય છે? તે તો બીજા પરમાત્મા છે.”
બીજા દિવસે સવારમાં ઉપાધ્યાયજી બાદશાહને ધર્મ સંભળાવવા માટે બાદશાહના દરબારમાં સોનાની પાદપીઠ ઉપર આવીને બેઠા. બાદશાહે ઉપાધ્યાયજીને પ્રણામ કરીને વિનંતિ કરી કે હે પૂજ્ય! મને પણ કાંઈક આશ્ચર્ય બતાવો” ગુરુ મહારાજ બોલ્યા કે- ‘કાલે સવારે ગુલાબવાડીમાં તમે આવજે. બીજા દિવસે સવારે બાદશાહ ત્યાં ગયો. ઉપાધ્યાયજી પણ ત્યાં આવ્યા. બંને પરસ્પર ધર્મગોષ્ઠી કરવા લાગ્યા. તેવામાં એકદમ બાદશાહી નોબત વાગવા લાગી. તે સાંભળી બાદશાહે વિસ્મય પામીને પોતાના સેવકોને પૂછ્યું કે- “મારા હકમ વિના બાર ગાઉ સુધીમાં કોઈની પણ નોબત વાગતી નથી તો આ શું થયું? તપાસ કરો.” સેવકેએ તપાસ કરી બાદશાહને જણાવ્યું કે “જહાંપનાહ! આપશ્રીના પિતા બાદશાહ હુમાયુ મોટી સેના સહિત આપને મળવા આવે છે. સેવક વાત કહેતા હતા તેવામાં તે હુમાયુ બાદશાહ ત્યાં આવી પોતાના પુત્ર અકબરને ભેટી ઊભા રહ્યા; અને અકબરના સર્વ માણસને મેવા તથા મિઠાઈ ભરેલા રૂપાના વાસણો આપ્યા. પછી અકબરને પણ સરપાવ સાથે મોટું સન્માન આપી હુમાયુ જેમ આવ્યા હતા તેમ ચાલ્યા ગયા અને ક્ષણવારમાં તો અદૃશ્ય થઈ ગયા. અકબર આશ્ચર્ય પામીને વિચાર કરવા લાગ્યા કે-“આ ઇંદ્રજાલ તો જણાતી નથી, કારણકે અમને આપેલી આ સર્વ વસ્તુઓ પ્રત્યક્ષ દેખાય છે, માટે જરૂર આ બધું ગુરૂએ કરેલું જણાય છે.
For Private Personal Use Only
an
b
ord