________________
અ.
ચા.૧
Jain Educa
冰水縣縣縣縣縣飲茶
મુનસફદારને તે બે મેાતી મૂકવા માટે આપ્યાં. મુનસફદારે પોતાના ઘેર આવીને તે મેાતી પેાતાની સ્ત્રીને આપ્યાં. તે વખતે તે સ્ત્રી રસ્નાન કરવાની તૈયારી કરતી હતી, તેથી તેણીએ પાતાના વસ્ત્રના છેડે બાંધીને સ્નાન કર્યું. પછી તે બાદશાહનાં છે એમ જાણી તેણીએ પોતાના ઇચ્છિત ઠેકાણે તે સાચવીને મૂકયાં. કેટલાક સમય પછી દેવ યાગે તે સ્ત્રી મરણ પામી.
એક વખતે બાદશાહે તે મુનસફદાર પાસે તે મેાતી માગ્યાં એટલે તેણે કહ્યું કે‘સ્વામી! મારા ઘેરથી લઈ આવું.’ પછી તેણે ઘેર આવી બધે ઠેકાણે મેાતીની શેાધ કરી પણ તે હાથ આવ્યાં નહીં. એટલે તે અત્યંત ચિંતાતુર થઈ બાદશાહ પાસે જવા લાગ્યા. મુનસફદાર અતિ ઉદાસ ચિત્ત ચાલ્યે! જતા હતા તેવામાં પુણ્યાદયથી રસ્તામાં શાંતિચંદ્ર ઉપાધ્યાય તેને મલ્યા. તેની ચિંતાનું કારણ પૂછ્યું, એટલે જેણે જીવવાની આશા મકી દીધી છે એવા તેણે જે હકીકત બની હતી તે જણાવી. ઉપાધ્યાયજીએ કહ્યું કે‘તું પાછો ઘેર જા અને પ્રથમ જે ઠેકાણે જેણે તેં આપ્યાં હતાં તેણી પાસેથી તે માગી લે, તને મલશે.’ મુનસફદાર આશ્ચર્ય પામી તત્કાલ ઘેર ગયા. ત્યાં સ્નાન કરવાની તૈયારી કરતી પેાતાની સ્ત્રીને તેણે જોઇ. એટલે તેની પાસેથી તેણે બે માતી માગ્યાં. તેણીએ પોતાના વસ્ત્રના છેડાની ગાંઠેથી છે.ડીને તે આપ્યાં. મુનસફદાર આશ્ચર્ય પામી બાદશાહની પાસે આવ્યા અને મેાતી બાદશાહની આગળ મૂકી પોતે ચામર વીંઝવા લાગ્યો. પરંતુ તે અત્યંત આશ્ચર્યમાં મગ્ન થએલા હાવાથી જડ જેવેા બની ગયા હતા. બાદશાહે તેની તેવી સ્થિતિ જોઇને પૂછ્યું કેઃ– આજે તું ચિત્રમાં આલેખ્યા હોય
tional
For Private & Personal Use Only
A PE
ર
ary.org