________________
અ.
હવા ૧
પ્રવર્તન કરવું. જેમ શ્રી કુમારપાલ અને શ્રીસંપ્રતિરાજાએ કર્યું હતું તેમ. આધુનિક સમયે (ગ્રંથકારના વખતમાં) પણ શ્રીહીરવિજયસૂરિજીના ઉપદેશથી અકબર બાદશાહે પિતાના બધા દેશમાં છ માસ સુધી અમારી પ્રવર્તાવી હતી. તેમની કથા સંક્ષેપમાં આ પ્રમાણે છે:
એક વખતે અકબર બાદશાહે પોતાના પ્રધાન વગેરેની પાસેથી શ્રીહીરસૂરિજીનું વર્ણન સાંભળીને પિતાના નામનું ફરમાન મોકલીને બહુમાન સાથે સૂરિને બોલાવ્યા. - આચાર્ય મોટા માન સાથે સંવત ૧૬૩૯ના જેઠ વદી ત્રયોદશીના દિવસે ગંધારથી આવીને બાદશાહને મળ્યા. બહુમાનપૂર્વક બાદશાહે તેઓશ્રીને બોલાવ્યા. પછી આચાર્ય મહારાજે બાદશાહને એવો ધર્મોપદેશ આપ્યો કે જેનાથી પહેલાં આગ્રાથી અજમેર સુધીના રસ્તામાં દરેક કાશે કૂવા સહિત મીનારાઓ ઊભા કરી, દરેક મીનારા ઉપર પોતાનું શિકાર કરવાનું કળાકૌશલ્ય બતાવવા માટે હરણીયાંઓના સંકડા શીંગડાં જેણે લટકાવરાવેલાં છે તેવો હિંસક બાદશાહ પણ દયાળુ થઈ ગયો.
એક વખતે બાદશાહે આચાર્ય મહારાજને કહ્યું કે:-“મહારાજ સાહેબ! દર્શનની અભિલાષાથી મેં આપશ્રીને દૂર દેશાવરથી અહીં બોલાવ્યા છે, પરંતુ આપશ્રી તો મારું કાંઈ પણ લેતા નથી તો મારી પાસેથી આપશ્રીને જે કાંઈ યોગ્ય લાગે તે માંગી લો. તે વખતે આચાર્ય મહારાજે વિચાર કરીને આખાયે. દેશમાં પર્યુષણ પર્વની અડ્ડાઈના આઠે દિવસ અમારી પ્રવર્તન અને કેદીઓને છોડી મૂકવાની માગણી કરી. આચાર્ય મહારાજના ગુણથી ચમત્કાર પામેલા બાદશાહે “મારા તરફથી તેમાં ચાર દિવસ અધિક થાઓ'
Jain Educ
For Private & Personal Use Only
www.inclibrary.org