________________
એ. હા .૧
થઈ અને આર્તધ્યાનથી મૃત્યુ પામી. ત્યારપછી દાસી પ્રમુખના અસંખ્ય ભવમાં મહાદુઃખ ભેળવીને આવતી ચોવીશીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભપ્રભુના તીર્થમાં તે સિદ્ધિપદને પામશે. કહ્યું છે કે – મહાકષ્ટવાળું એવું ઘોર તપ એક હજાર દિવ્ય વર્ષ સુધી કરવામાં આવે પરંતુ જે શલ્ય સહિત હોય | તો નિષ્ફલ થાય છે.”
વાર્ષિક–સંવત્સરી–પ્રતિક્રમણમાં એક હજારને આઠ શ્વાસોશ્વાસનો કાયોત્સર્ગ–કાઉસગ્ગ-જાણો. દરેક લોગસ્સના “ચંદે નિમ્મલયરા સુધી પચીશ શ્વાસોશ્વાસ ગણવા. આવા ચાલીશ લોગસ અને એક નવકાર અધિક ગણવાથી ૧૦૦૮ શ્વાસોશ્વાસ થાય છે. અહીંયા એક પદે એક શ્વાસોશ્વાસ સમજવો..
કાઉસગ્નમાં એકેક શ્વાસોશ્વાસમાં દેવગતિનું કેટલું આયુષ્ય બાંધે તે કહે છે – બે લાખ, પીસ્તાલીશ હજાર, ચારને આઠ (૨૪૫૪૦૮) પલ્યોપમ અને એક પલ્યોપમના નવ ભાગ કરીને તેમાંના ચાર ભાગ જેટલું એક શ્વાસોશ્વાસમાં દેવગતિનું આયુષ્ય બાંધે.’ આખા નવકારના આઠ શ્વાસોશ્વાસમાં ઓગણીશ લાખ, ત્રેસઠ હજાર, બસને સડસઠ (૧૯૬૩૨૬૭) પલ્યોપમનું દેવતાનું આયુષ્ય બાંધે. એક લોગસ્સના પચીશ શ્વાસોશ્વાસમાં એકસઠ લાખ, પાંત્રીસ હજાર, બસને દશ (૬૧૩પર૧૦) પલ્યોપમનું દેવગતિનું આયુષ્ય બાંધે. અર્થાત–જે દેવલોકમાં દેવતાઓનું આયુષ્ય એટલા પલ્યોપમનું હોય તે દેવલોકમાં ઉત્પન્ન થાય.
*
N INSE
Jain Education international
For Private
Personal Use Only
www.ainelibrary.org