________________
,
૧
ગણાતી થકી શ્રાવિકાધર્મનું સારી રીતે પાલન કરવા લાગી. એક વખતે તેણીએ તે ચોવીશીના છેલ્લા તીર્થંકર પાસે દીક્ષા લીધી. એક વખતે આ લક્ષ્મણે સાધ્વી ચકલા ચકલીનો સંગ જોઈ કામાતુર થઈ વિચારવા લાગી કે –“અરિહંત પ્રભુએ શું જોઈને બાલ-મુનિઓને આ આજ્ઞા આપી નહિ હોય? પ્રભુ પોતે અવેદી હોવાથી તેઓ વેદધારીનું દુ:ખ કયાંથી જાણે?” આવું ચિતવીને એક ક્ષણવાર પછી આ વિચાર કરવા માટે તેણીને મહાન પશ્ચાતાપ થયો. તેણી વિચારવા લાગી કે–મેં બહુ જ ખરાબ ચિતવન | કર્યું, હવે હું આની આલોયણા કઈ રીતે લઈશ! કેમકે મારાથી આ વાત કહેવાશે નહિ તો શલ્ય રહી જશે અને શલ્ય રહેશે તો તેની શુદ્ધિ થશે નહિ–આમ વિચારીને તે આલોયણું લેવા માટે ગુરુ પાસે જવા તત્પર થઈ. જેવી ચાલવા લાગી તેવો જ ઓચિંતો તેણીના પગમાં કાંટો વાગ્યે; તેથી તેણી અપશુકનથી લોભ પામી. પછી તેણીએ બીજાનું નામ દઈને ગુરુને પૂછ્યું કે જે આવું દુર્ગાન ચિંતવે તેને શું પ્રાયશ્ચિત આવે?” ગુરુએ પૂછવાનું કારણ પૂછતાં તે કહી શકી નહિ. પરંતુ ગુરૂ પાસેથી તેનું પ્રાયશ્ચિત જાણીને પચાસ વર્ષ સુધી તેણીએ આ પ્રમાણે તીવ્ર તપ કર્યું–છટ્ઠ, અમ ચાર ઉપવાસ અને પાંચ ઉપવાસ કરી પારણે નિવિ કરે એમ દશ વર્ષ સુધી તપ કર્યું, બે વર્ષ સુધી માત્ર નિલેપ ચણાનો આહાર લીધો, બે વર્ષ સુધી શેકેલા ચણાને આહાર લીધો, સોળ વર્ષ માસખમણ કર્યા અને વિશ વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી. આ પ્રમાણે લક્ષ્મણ સાધ્વીએ પચાસ વર્ષ તપશ્ચર્યા કરી. આવી રીતે આકરી તપશ્ચર્યા કરવા છતાં પણ દંભ રાખવાથી તેણીની શુદ્ધિ ન
R
Jain Education International
For Private & Personal Use Only
VO