________________
વ્યા.
કરવાનું કારણ પૂછતાં તેમણે સર્પને વૃત્તાંત જણાવ્યો. ચંદનબાળાએ પૂછ્યું કે આવા અંધકારમાં તમે સર્પને શી રીતે જાણ્યો?’ તેમણે કહ્યું કે આપને પસાયે.” એમ પૂછતાં તેને કેવળજ્ઞાન થએલું જાણી મૃગાવતી સાધ્વીને ખમાવતાં ચંદનબાળાને પણ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. આવી રીતે પરસ્પર ખમાવીને મિથ્યાદુકૃત દેવું. | કુંભાર અને નાના સાધુની માફક ખોટો મિચ્છામિ દુકકડું દેવાથી આરાધક થતા નથી. તે આ પ્રમાણે –“કેઈના સાધુ કાંકરાઓ મારીને કુંભારનાં વાસણો કાણાં કરતો હતો. કુંભારે તેને વાર્યો એટલે તેણે મિથ્યા દુષ્કૃત આપ્યું; પછી ફરીથી પાછો તેવી જ રીતે વાસણ કાણુ કરવા લાગ્યો. પછી કુંભાર કાંકરાવડે તેના કાન ચોળવા માંડ્યા. ત્યારે નાના સાધુએ કહ્યું કે-હું પીડાઉં છું એટલે કુંભારે પણ મિયા દુષ્કત આપ્યું.” આવા પરસ્પરના મિચ્છામિ દુક્કડ નકામાં સમજવા.
ચોથા સાધન તરીકે પર્યુષણ પર્વમાં અઠ્ઠમની તપશ્ચર્યા અવશ્ય કરવી. પાક્ષિક તપમાં એક ઉપવાસ, માસી તપમાં બે ઉપવાસ અને વાર્ષિક પર્વમાં ત્રણ ઉપવાસ કરવા જોઈએ, એમ જિનેશ્વર ભગવંતોએ કહેલું છે. અમે તપ કરવાને અસમર્થ હોય તેમણે તે તપની પૂર્તિ કરવાને છ આંબેલ કરવાં, છ આંબેલ કરવાને અસમર્થ હોય તેમણે નવ નિધિ કરવી અથવા બાર એકાસણું અથવા, વીશ બેસણાં કરવાં. અથવા છ હજાર સ્વાધ્યાય કરે, અથવા સાઠ બાંધી નવકાર વાળી ગણવી. આ રીતે યથાશક્તિ તપની પત્તિ કરવી. જો તેમ ન કરે તો જિનેશ્વર ભગવંતની આજ્ઞાનું ઉલ્લંઘન કરવાનો દોષ લાગે. આ પ્રસંગે
Jain Education International
For Private & Personal Use Only
www.ainelibrary.org