________________
અ.
વ્યાય
એક બાજુ સર્વધર્મોને એક બાજુ સ્વામિવાત્સલ્ય મૂકી બુદ્ધિરૂપી ત્રાજવાંવડે તાળીએ તેા તે બંને સમાન થાય.” આ વિષે ભરતચક્રવર્તિ, દંડવીર્ય, કુમારપાલ વગેરેનાં દૃષ્ટાંતા છે તે જાણી લેવાં.
ત્રીજું સાધન પરસ્પર ખમાવવાનું છે. ચંડપ્રūાત રાજાને જેવી રીતે ઉદાયન રાજાએ ખમાવ્યા હતા તેવી રીતે પર્યુષણુપર્વમાં પરસ્પર ખમાવવું જોઈએ. બે જણમાં એક જણ ખમાવે અને બીજો ન ખમાવે તે તેમાં જે ખમાવે તે આરાધક, બીજે નહિ, તેથી પેાતાને તેા ઉપશમવું—ખમાવવું. કાઈ ઠેકાણે બંને પણ આરાધક થાય છે. તે આ પ્રમાણે:એક વખતે કૌશાંબીમાં સૂર્ય અને ચંદ્ર મૂળવિમાને વીરપ્રભુને વંદન કરવા આવ્યા હતા. તે દિવસે સૂર્યાસ્ત થયા છતાં સમવસરણમાં દિવસના જેવા જ પ્રકાશ હતા. આ વખતે ચંદનબાળા તથા મૃગાવતી સાધ્વી વીરપ્રભુને વંદન કરવા ગયા હતા. દક્ષપણાથી સૂર્યાસ્ત સમય જાણી એકદમ ચંદનબાળા ઉપાશ્રયે આવ્યા, ર્યાપથિકી પકિમી નિદ્રાવશ થઈ ગયા. પછી સૂર્યચંદ્ર સ્વસ્થાને ગયા એટલે એકદમ અંધકાર થઈ ગયા, તેથી રાત્રિ પડી જવાને લીધે ભય પામીને મૃગાવતી તત્કાળ ઉપાશ્રયે આવ્યા અને ઇરિયાવહી પડિક્કમતાં ચંદ્રના સાધ્વીને કહ્યું કેઃ—‘હે ગુરૂણીજી! મારા અપરાધ ક્ષમા કરા.’ ચંદનબાળાએ કહ્યું કે:-‘હે મૃગાવતી! તારા જેવી કુલીનને આમ કરવું ઘટે નહિ.’ મૃગાવતી ખાલી કેઃ—‘હવે ફરીવાર આવું કરીશ નહિ.’ એમ કહી તે ચંદનબાળાના પગમાં પડ્યા. ચંદનબાળાને તેા પાછી નિદ્રા આવી ગઈ, પરંતુ શુદ્ધ અંત:કરણવડે વારંવાર ખમાવવાથી મૃગાવતીને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેવામાં ચંદનબાળા પાસે સર્પ આવતા હતા, એટલે તેણે હાથ ઉંચા કર્યા, તેથી તેઓ જાગી ગયા. હાથ ઉંચા
Jain Educational
For Private & Personal Use Only
NEX-XXX
rary.org