________________
પૂર્ણ થયું ત્યારે સ્થૂલભદ્રે તેમને મળવા આવતી સ્ત્રીઓના જૂથ પર તેનો પ્રયોગ કર્યો. આથી ભદ્રબાહુ નારાજ થઈ ગયા અને તેમણે સ્થૂલભદ્રને બાકીના ચાર પૂર્વો એ શરતે શીખવ્યા કે તેઓ અન્ય કોઈને પણ તે શીખવશે નહિ. આથી તેમના બધા જ અનુયાયી ઉપદેશકો માત્ર દસ પૂર્વોમાં પારંગત થયા, પરંતુ ટૂંક સમયમાં જ બધા જ પૂર્વે ભૂલાઈ ગયા.
અંગો કરતાં પુરાણા અંગોને આધારે પૂરો પાડતા એવા આ પૂર્વોને અંગોના ઉમેરણ તરીકે તેમના પછીનું સ્થાન કેવી રીતે પ્રાપ્ત થઈ ગયું તે અંગે આપણી પાસે કોઈ જ જાણકારી નથી.
પરંતુ આ બાબતમાં એક વસ્તુ આપણે ચોક્કસપણે સમજી શકીએ કે પૂર્વો અંગેનું જ્ઞાન તેમાંના વિષયવસ્તુ, ભાષા અને શૈલી એમ બધી જ રીતે સામાન્ય સ્તર કરતાં ઉચ્ચ પ્રકારનું હતું. આ જ કારણથી પૂર્વો વારંવાર ભૂલાઈ ગયા અને વારંવાર તેમનું પુનઃપ્રસ્થાપન થતું રહ્યું.
જૈન સમાજના જે લોકોએ મગધમાં રહેવાનું પસંદ કર્યું તેઓ અને જેઓ ભદ્રબાહુની સાથે તેમના નેતૃત્વ હેઠળ દક્ષિણમાં ગયા તેઓ વચ્ચે અત્યંત મહત્ત્વના તફાવતો હતા. જેઓ ભદ્રબાહુના નેતૃત્વમાં રહ્યા તેઓ આચરણની બાબતમાં વધારે ભાવનાવાળા, ચુસ્ત અને ઉગ્ર હતા, જ્યારે મગધમાં રહ્યા હતા તેઓએ ધર્મની બાબતમાં કેટલીક છૂટછાટો સ્વીકારી. ભદ્રબાહુના અનુયાયીઓ દિશાઓ જેનાં વસ્ત્રો હતી એવા દિગંબર હતા અને મગધમાં રહ્યા તેમણે પોતાની જાતને ઢાંકવા માટે ચેતવસ્ત્રો ધારણ કર્યો.
શ્વેત વસ્ત્રો ધારણ કરવાં અને દિગંબર રહેવું એવો પહેરવેશનો ફરક મહાવીરના પોતાના સમયમાં પાછા લઈ જાય છે.
આને પરિણામે અને અન્ય ઘણા નજીકના તફાવતોને કારણે જેઓ દક્ષિણમાંથી પાછા ફર્યા તેમણે પાટલીપુત્ર સભાએ કરેલાં સંક્લનો સ્વીકારવાની ના પાડી.
જોકે આવા તફાવતો હોવા છતાં સ્થૂલભદ્રના સમય સુધી તેમના ઉપદેશકોની ચુંબકીય વ્યક્તિત્વને કારણે સંઘો સંગઠિત અને એક રહ્યા. પરંતુ તેમના પછી બે અલગ સંપ્રદાયો બન્યા અને સંઘ શ્વેતાંબર (શ્વેત વસ્ત્રધારી) અને દિગંબર દિશાઓ જેનાં વસ્ત્રો છે તેવા)માં વિભાજિત થયો.
બંને સંપ્રદાયો વચ્ચે પ્રવર્તમાન મૂળભૂત તફાવતો અંગે વધુ ચર્ચા
to