________________
અગિયાર બ્રાહ્મણોને આમંત્રિત કર્યા કે જેમાંના એક સુધર્યા હતા.
કથા આગળ વધે છે તે મુજબ કોઈક રીતે સુધર્માસ્વામી મહાવીર ત્યાં પહોંચી ગયા અને અગિયારેય બ્રાહ્મણોએ તેમના હૃદયના ઊંડાણમાં સંઘરી રાખેલા સંશયોનું સમાધાન કરીને તેમનું હૃદય પરિવર્તન કર્યું.
સુધર્માસ્વામી કે જે અતિશય બુદ્ધિશાળી માણસ હતા તેઓ ત્યાર પછી શીધ્ર ઉત્તમ ચારિત્ર્ય અને સાચું જ્ઞાન ધરાવતા થયા. બાણું વર્ષની ઉંમરે સુધર્માસ્વામીએ જંબુસ્વામીને પોતાના ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા અને આઠ વર્ષ પછી તેઓ નિર્વાણ પામ્યા.
જંબુસ્વામીના પોતાના હૃદય પરિવર્તનની વાર્તા પણ રસપ્રદ છે. તેઓ અત્યંત હોંશિયાર હતા અને તેમનાં માતાપિતાને ખૂબ જ ચાહતા હતા. સોળ વર્ષની ઉંમરે તેઓ એકવાર જ્યારે વ્યાખ્યાન સાંભળવા ગયા હતા ત્યારે જગતનાં સર્વે સજીવોની નશ્વરતાની વાત તેમના મનમાં ઠસી ગઈ. સંસાર તરફ તેમને નફરત પેદા થઈ ગઈ અને તેમણે સંસાર ત્યાગનું વલણ દાખવ્યું. તેમનાં માતાપિતાએ કુદરતી પ્રેમ અને મમતાને કારણે તેમને સંમતિ ન આપી અને એક નવી જ યુક્તિ તેમની સંસારત્યાગની વિનંતી સામે કરી.
- તેમનાં માતા બોલ્યાં, “મારી ખરા દિલની અને ગંભીર ઇચ્છા તને પરિણિત જોવાની છે, જેના દ્વારા તું તારી જાતને સંતુષ્ટ કરી શકે.” થોડા જ સમયમાં જેબુનાં લગ્ન થયાં. પરંતુ લગ્ન સમારંભને અંતે એક વિસ્મયજનક વિશિષ્ટ બનાવ બન્યો. જ્યારે ઘરનાં બધાં જ માણસો ઘરની બહાર સૂઈ રહ્યાં હતાં, જ્યારે પ્રભવ નામનો એક ચોર ઘરમાં પ્રવેશ્યો. જંબુ સાથેની વાતચીતમાં તેને જાણવા મળ્યું કે બીજે જ દિવસે પોતાની નવવધૂ અને ધનસંપત્તિ છોડીને તે સંસારત્યાગ કરવાનો છે ત્યારે તેને અત્યંત આશ્ચર્ય થયું. પરંતુ ત્યારે તેણે જંબુના સંસારત્યાગનાં કારણો જાણ્યાં ત્યારે તેને પણ સંસાર પ્રત્યે સૂગ પેદા થઈ અને એ જ પ્રમાણે જંબુ સાથે તેણે પણ સંસારત્યાગ કર્યો.
હૃદયપરિવર્તનની આ કથાનું એ દૃષ્ટિબિંદુથી મહત્ત્વ છે કે આ વ્યક્તિઓની ધર્મસંબંધિત બાબતો પ્રત્યેની ગંભીરતા અને સંનિષ્ઠાનો તે નિર્દેશ કરે છે.
-
૫
-