________________
ઉપદેશકોના જીવન અને ઉપદેશોનો અભ્યાસ કરવાનો પ્રયત્ન કરીશું, કારણકે તે આપણા માટે વર્ધમાન મહાવીરના સાચા સ્થાનને સમજવા તેમજ તેનું મૂલ્ય અંદાજવાના પ્રયત્નમાં આવશ્યક બનશે.
અને તેમના સમકાલીન ઉપદેશકોના તુલનાત્મક અભ્યાસ બાદ જ આપણે મહાવીરના ચોક્કસ પણે કેટલા ઋણી છીએ તે અંગેની સાચી કદર કરી શકીશું. 2 સોતો :
વર્ધમાન મહાવીરનો આવો તુલનાત્મક અભ્યાસ હાથ ધરતાં પહેલાં મહદાંશે જેના પર આધાર રાખવાનો છે એવા સ્ત્રોતોના પ્રકારો અંગે ખોજ કરવી જોઈએ. આચારાંગ, સૂત્રકૃતાંગ, ભગવતી, ઉપાસકદશાઓ, ઉત્તરાધ્યયન અને અન્ય આગમગ્રંથો અત્યાર સુધીમાં અસંશોધિત ગૂંચવાડાભર્યા મુદ્દાઓ પર વધારે પ્રકાશ ફેંકીને પોતાનો પૂરતો ફાળો આપી શકે એમ છે.
પરંતુ શ્વેતાંબર સંપ્રદાયના જૈનો અનુસાર તેમની પરંપરાઓની સમયાવધિ ઇશુની પાંચમી સદીથી આગળ જતી નથી.
સંપ્રદાયની પ્રાચીનતા અને તેના નિષ્ણાતોની જેમ જ પરંપરાઓ પોતે જ જે કથા અનાવૃત્ત કરે છે તે અંગે આપણે સંશોધન કરવું જોઈએ.
સંપ્રદાયના અગિયાર પ્રમુખ વડાઓ પૈકીના પાંચમા એવા સુધર્માસ્વામી આ ગ્રંથોના રચયિતા હતા એમ કહેવાય છે. એવી પરંપરા હતી એટલા માટે નહિ, પરંતુ પ્રત્યેક સંભાષણમાં તેમનું નામ જોડાયેલું છે અને સર્વે સંભાષણો બે વ્યક્તિઓ વચ્ચેના સરળ, ઘરગથ્થુ સંવાદ સ્વરૂપની શૈલીમાં છે. તેમના શિષ્ય જંબુ પ્રત્યેક બાબતમાં તેમને સવાલ કરે છે અને સુધર્મા તેનો ઉત્તર પાઠવે છે.
પરંપરાગત માન્યતા અનુસાર સુધર્માસ્વામી ઈ.સ. પૂર્વે 607માં જન્મ્યા હતા અને એ જ વર્ષમાં એક અન્ય મહાન શિષ્ય ગૌતમ ઇન્દ્રભૂતિ પણ જન્મ્યા હતા. સુધર્માના પિતાનું નામ ધમિલ અને માતાનું નામ ભદ્વિલા હતું. સુધર્મા વૈદિક શાસ્ત્રોમાં અત્યંત નિષ્ણાત અને સેંકડો શિષ્યોના ગુરુ હતા. એવું કહેવાય છે કે એક વખત સૌમિલ નામનો શ્રીમંત બ્રાહ્મણ અપાપા નામના સ્થળે મહાબલિ ચઢાવવાનો હતો. આ સૌમિલે અતિ વિદ્વાન એવા