________________
તેઓ ઉછળતા સિક્કાની જેમ ઝડપથી મેરુ પર્વતની પરિક્રમા કરી શકે છે, તેઓ જબરદસ્ત તાકાત ધરાવે છે, તેમને મહાન વ્યક્તિ તરીકેનું 1008નું પ્રતીક હોય છે.
પરંતુ આ તો ઢાલની એક બાજુ છે, પરંતુ વેબર લેમેન અને કેટલાક અન્ય પશ્ચિમી વિદ્વાનોને સમાવતી એક અન્ય વિચારધારા પણ છે, જેમના મતે જૈન સંપ્રદાય એ માત્ર બૌદ્ધધર્મની શાખા છે. વળી તેમના દ્વારા મહાવીરનું ચિત્ર તેમના સમકાલીન બુદ્ધ કરતાં ઝાંખું પાડવાનો પણ પ્રયત્ન કરવામાં આવ્યો છે.
ઉપરાંત નામોમાં રહેલી ધ્યાનાકર્ષકસમાનતા પણ કંઈક અંશે ગૂંચવાડો પેદા કરે છે જેમકે – બંનેની પત્નીઓનાં નામ યશોદા અને યશોધરા હતું, બુદ્ધનું મૂળ નામ સિદ્ધાર્થ અને મહાવીરના પિતાશ્રીનું નામ સિદ્ધાર્થ હતું, બુદ્ધના ભ્રાતાનું નામ નંદ અને મહાવીરના ભાઈનું નામ નંદિવર્ધન હતું.
પરંતુ નામોની આ સમાનતા બુદ્ધ અને મહાવીર સમકાલીન હતા એ બાબત ધ્યાનમાં લઈએ તો ખૂબ જ સારી રીતે સમજી શકાય છે અને ઉપરોક્ત નામો અદ્યતન અંગ્રેજ સમાજનાં ટૉમ, ડીક, હેરી અને આપણા સમાજનાં કનુ, મનુ, નનુ જેવાં સામાન્ય રીતે પ્રચલિત હોય એવાં નામો જેવાં જ છે.
ચરમસીમા તો ત્યારે આવે છે કે મહાવીરના મુખ્ય શિષ્યોમાંના એક શિષ્ય - ગૌતમ ઈન્દ્રભૂતિને મહાન ગૌતમ બુદ્ધ તરીકે ગણવામાં આવે છે અને તેથી જ મિ. કોલ અને સ્ટીવન્સન દઢ આગ્રહપૂર્વક કહે છે કે આનાથી મોટી ભૂલ બીજી હોઈ શકે નહિ અને જ્યારે પછીથી આપણે ગૌતમ બુદ્ધના જીવન વિશે જાણીએ છીએ ત્યારે આ બાબતની પ્રતીતિ થાય છે.
આ નાનકડા ગ્રંથમાં આપણો પ્રયત્ન ઉપરોક્ત બંને અંતિમ બાબતો અંગે સંપૂર્ણ સ્પષ્ટતા મેળવવાનો છે અને ભક્તિપરાયણ બૌદ્ધોની જેમ એમ સમજીને સોનેરી મધ્યમમાર્ગ સ્વીકારવાનો છે, કે ઉપરોક્ત બંને અહેવાલો તેમના દર્શનીય મૂલ્યની દૃષ્ટિએ સાચા ચિત્રનું સાચું વૃત્તાંત રજૂ કરતા નથી.
બંને અહેવાલો આ માનવી અને તેના સંદેશને ગણનાપાત્ર પ્રમાણમાં છુપાવે છે.
આપણે પૌત્ય બાબતોને તેમની પૌર્વાત્ય પાર્શ્વભૂમિકામાં પરંતુ