________________
બૌદ્ધ અને જૈન સોતોને આધારે મહાવીરના જીવન અને તેમના સમકાલીન ઉપદેશકોમાં
તેમના સ્થાન અંગેનો અભ્યાસ
પ્રસ્તાવના :
'ભિન્ન દૃષ્ટિકોણ પ્રારંભમાં એ નોંધવું જોઈએ કે બુદ્ધ અને બૌદ્ધધર્મ વિશે જેટલું લખાયું છે તેની તુલનામાં જૈનધર્મના વધુ ચોક્કસ રીતે કહીએ તો તેના સુધારક એવા વર્ધમાન મહાવીર વિશે ખૂબ જ ઓછું લખાયું છે.
વધુમાં મહાવીરના જીવન વિશે જે થોડું (લખાણ) ઉપલબ્ધ છે, તે પણ તદન સત્ય નથી, જેનાં ઘણાં અને વિવિધ પ્રકારનાં કારણો છે – જેમાંનાં મુખ્ય બે આ પ્રમાણે છે – એક તો, આ દસ્તાવેજોના લેખકો સંશોધન અને પરખને બદલે ભક્તિભાવની ભાવના ધરાવતા હતા, કે જેઓ મુક્તિ તરફ દોરી જતા પવિત્ર આત્માઓની પ્રશસ્તિ કરવામાં માનતા હતા અને તેમના ભક્તિપાત્રોને પચરંગી વિલક્ષણ વ્યક્તિઓના ટોળા સાથે સસ્તી રીતે ભેળસેળ થવા દેવા માગતા ન હતા અને બીજું આવા ગ્રંથો યોગ્ય રીતે સચવાયા ન હતા.
તેથી આપણને આમજનતાથી ઉચ્ચ સ્થાને ચઢાયેલું, આભાચક્રથી વીંટળાયેલું એવું દેદીપ્યમાન રંગોવાળું મહાવીરનું રૂઢિગત ચિત્ર દષ્ટિગોચર થાય છે. આજ વલણ ડૉ. વિન્ટરનીટ્ઝને એવું વિધાન કરવા પ્રેરે છે કે ભારતમાં દંતકથા, પૌરાણિક કથા અને ઈતિહાસ વચ્ચે કોઈ તફાવત જોવામાં આવતો નથી ઇતિહાસશાસ્ત્ર તેમને માટે અપરિચિત હતું.
આ રૂઢિગત લેખકોએ એક શિલ્પ ક્લાકાર જેવી મહત્તમ કાળજી લઈને તેમની પ્રતિમા સામાન્યજનથી દરેક બાબતમાં શ્રેષ્ઠ દર્શાવી શકાય તે રીતે ચિત્રિત કરી છે, જેમકે તેમના નાયકની રગોમાં વહેતું રક્ત દૂધ જેવું શ્વેત છે, તેમની કાયા સુગંધિત અને ખોડખાંપણ વગરની અક્ષત છે, તેમની વાણી મધુર અને પરોપકારી છે, તેમને શરીરે સ્વેદ થતો નથી, તેઓ અત્યંત સુંદર અને ખૂબ જ સશક્ત છે અને તેમને ઉત્સર્ગ થતો નથી,