________________
પાશ્ચાત્ય દષ્ટિબિંદુથી જોવી જોઈએ. વર્ષો પહેલાં ગેઈજરે સિલોનના ઇતિહાસ અંગે કરેલું વિધાન આ બાબતમાં એટલું જ સાચું છે કે – કાલ્પનિક અને હાસ્યાસ્પદ બાબતોના ગૂંચવાડામાં સત્ય ઊંડે દટાયેલું છે અને નાવણ સાથે શિશુને ફેંકી દેવાને બદલે આપણે સત્યરૂપી અનાજના દાણાને અમૂર્ત, કલ્પનાશીલ કથાઓ અને લોકવાયકાઓ રૂપી કુશકીમાંથી અલગ તારવવા જોઈએ. (સાંપ્રદાયિક ભયસ્થાનો જેવાં કે દિગંબર અને શ્વેતાંબર)
- મારો પ્રયત્ન સુલભ એવાં બધાં જ સંશોધનોને આપની સમક્ષ મૂકવાનો અને સમગ્ર બાબત અંગે મારાં પોતાનાં અર્થઘટનો રજૂ કરવાનો છે.
ડૉ. આનંદકુમાર સ્વામીએ યોગ્ય રીતે જ કહ્યું છે કે વિચારો અને લાગણીઓનો અભ્યાસ કરવાની આપણી વિદેશી ઢબ જો આપણને વાસ્તવિક રીતે ઉપયોગી લાગે તો માત્ર જિજ્ઞાસુ ઈરાદાઓ રાખવાને બદલે તેને અપનાવવી જોઈએ અથવા તો આપણી પોતાની ઢબને વાજબી ઠેરવવાની ઇચ્છાથી અપનાવવી જોઈએ, જેમકે શ્રીમતી સ્ટીવન્સને પોતાના ગ્રંથ “The heart of Jainisim”માં કર્યું છે. એમાં આશ્ચર્ય નથી કે તેણીએ જૈનધર્મના હાર્દને “પોકળ” ગણાવ્યું છે. તેણીએ તેમાં લીધેલું વલણ જ ખામીયુક્ત કે પૂર્વગ્રહયુક્ત છે.
આ ક્ષણે જ્યારે પાશ્ચાત્ય વિશ્વને ભાન થવા માંડ્યું છે કે તેઓ સ્પર્ધા અને આત્મનિવેદન આધારિત સમાજમાં જિંદગીનાં મિષ્ટ ફળો મેળવવામાં નિષ્ફળ ગયા છો જ્યારે એશિયાઈ વિચારધારાની ખોજમાં વિદ્વત્તાપૂર્ણ સાર્થકતા રહેલી છે જેમાં ખાતરીપૂર્વક દર્શાવવામાં આવ્યું છે કે નૈતિક વ્યવસ્થા અને પારસ્પરિક જવાબદારીની સંકલ્પના પર આધારિત સમાજમાં જિંદગીનાં મિષ્ટ ફળો મેળવી શકાય છે.
વધુમાં, આપણા દેશમાં જ્યારે વિશ્વને અંધાધૂધીમાંથી બહાર આણવાના અને ભ્રાતૃભાવ, કરૂણા, સમાનતા અને ન્યાય આધારિત નવો સમાજ સર્જવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ત્યારે મને આશા છે કે મહાવીરના જીવનની પુનર્રચના કરવાના તેમજ ઐતિહાસિક નૂતન જ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં તેમના જીવનના બનાવોનું ભિન્ન રીતે અર્થઘટન કરવાના આપણા પ્રયત્નો અત્યંત મૂલ્યવાન હશે.
આપણે તેમના સમકાલીન ઉપદેશકોના તારાવિશ્વનો અને પ્રસ્તુત