________________
આવવાનું આમંત્રણ આપીને શીલવતી મંત્રી પાસે ગઈ. મંત્રીએ પણ એવી જ માંગણું કરી એટલે તેને ત્રીજે પહોરે આ વાનું કહી તે રાજા પાસે ગઈ. રાજાએ પણ એવી પ્રાર્થના કરી એટલે શીલવતી તેને ચોથે પહોરે આવવાનું કહી ઘેર આવી. તેણે પોતાની સાસુ સાથે સંકેત કર્યો કે તમારે મને ચોથે પહોરે બોલાવવી. પહેલે પહોરે બ્રાહ્મણ આવ્યો તેની સાથે સ્નાન પાનમાં જ પહેલો પ્રહર નિર્ગમન કર્યો, એટલામાં સેનાપતિ આવ્યો. તેને શબ્દ સાંભળતાં જ . બ્રાહ્મણ કંપવા લાગ્યો. શીલવતીએ તેને એક મોટી પેટીના ખાનામાં પૂ.
એ જ પ્રમાણે સેનાપતિ, મંત્રી અને રાજા અનુક્રમે આવ્યા અને શીલવતીએ તેમને પણ પેટીના જૂદા જૂદા ખાનામાં પૂર્યા. આ પ્રમાણે ચારેને પૂરીને હવારે તે રૂદન કરવા લાગી, એટલે તેના કુટુંબીઓ એકઠા થયા. શીલવતીએ તેમને કહ્યું કે મારા સ્વામીનું મરણ થયું છે એવા મને ખબર મળ્યા છે. એ પ્રમાણે સમુદ્રદત્ત અપુત્ર મરણ પામ્યાની ખબર જાણે કુટુંબીઓ અનુક્રમે સેનાપતિ, મંત્રી અને રાજા પાસે ગયા પણ તે કઈ મળ્યા નહિ એટલે તે રાજકુમાર પાસે ગયા અને કહેવા લાગ્યા કે સમુદ્રદત્ત શેઠ પરદેશમાં અપુત્ર મરણ પામ્યા છે માટે તેમની મીલકત આ૫ ગ્રહણ કરે. કુમાર શીલવતીને ઘેર આવ્યો અને શીલવતીએ તેને પેલી પેટી સોંપી દીધી. પેટીને રાજભુવનમાં લઈ જઈને ઉડાવી તે માંહેથી રાજા, મંત્રી, સેનાપતિ અને બ્રાહ્મણ નીકળ્યા ! રાજા એટલો શરમાવે કે તે રાજ્ય છેડીને વનવાસી થઈ રહ્યું. પછી કુમારે મંત્રી, સેનાપતિ અને બ્રાહ્મણને દંડ દેઈ દેશપાર કર્યા તથા શીલવતીની પ્રશંસા કરી. વ્રત નહિ ધારણ કરવાથી મોહ કે પ્રલોભનથી મનુષ્યની બુદ્ધિ બગડતાં વાર લાગતી નથી અને તે વખતે બ્રાહ્મણના જેવી વિદ્વત્તા, સેનાપતિના જેવું શાર્ય, મંત્રીના જેવી દક્ષતા અને રાજાને જે
અધિકાર એ કશું કામ લાગતું નથી : તેમજ અપકીતિ થયા પછી તે બધું કેડીની કીંમતનું લેખાય છે, તેથી એ વ્રત ધારણ નહિ કરનાર સેવાધર્મમાં પ્રવેશ પણ કરી શકે નહિ એમ કહેવાનો આ શ્લોકનો તેમ જ આ દાંતને હેતુ છે. (૧૪–૧૫) ( [ ઇન્દ્રિયની પરવશતામાં કેવું દુઃખ રહેલું છે તેનો ખ્યાલ આપવા માટે નીચેનો લેક નિર્માયલે છે. ]