________________
૩૮ શીલવ્રતની આવશ્યકતા. ભાવાર્થ-જીવનને શોભાવનાર શીલગુણ વિના વૈભવની સાથે મનુધ્યનું જીવન મળ્યું હોય પણ તે વ્યર્થ છે. શીલ–બ્રહ્મચર્યના ગુણ વિના શાસ્ત્રમાં અને કળામાં નિપુણતા મેળવી હોય તો પણ તે વ્યર્થ છે. જે શીલ ખંડિત કર્યું તો સાધુની પદવી કે નાયક પદવી મેળવી હોય તો તે પણ વ્યર્થ છે. શીલવ્રત ન હોય તો સેવાધર્મનો આદર જ થઈ શકે નહીં. જેમ સંપુરૂષ વિના પૃથ્વી, ચન્દ્ર વિના રાત્રિ, દાનગુણ વિના લક્ષ્મી, ફૂલ અને ફળ વિના વનલતા, સૂર્ય વિના દિવસ, સુખકારી પુત્ર વિના કુલ–વંશ શોભતો નથી, તેમ શાસ્ત્રવેત્તાએ પણ ધારણ કરેલ ધર્મ શીલ વિના શેભતો નથી. (૧૪-૧૫)
વિવેચન–શીલવત-બ્રહ્મચર્ય વ્રત નહિ ધારણ કરનારનું ચિત્ત લાલચને વશ રહેતું હોવાથી તેનામાં અનેક દોષોને પ્રાદુર્ભાવ થાય છે, એ નિઃસંશય છે. શીલવ્રત એ અબ્રહ્મચર્યમાં નહિ પડેલાને માટે પણ અવશ્યક છે અને બંધ દ્વારની અર્ગલાની ગરજ સારે છે. એ વ્રત વિના અનેક ચતુર પુરૂષ પણ વિષયની અંધારી ખાડીમાં પડ્યા છે અને ખરાબ ખસ્ત થયા છે; અને તેમાં કાંઈ આશ્ચર્ય નથી.
विषयातमनुष्याणां दुःखावस्था दश स्मृताः।
पापान्यपि बहून्यत्र सारं किं मूढ पश्यसि ॥ અર્થાત–વિષયપીડિત મનુષ્યની દશ દુઃખદ અવસ્થા થાય છે અને તેમાં અનંત પાપ રહેલું છે. આ દશ અવસ્થા કઈ ? (૧) અમુક સ્ત્રીને અભિલાષ, (૨) તે મળશે કે નહિ મળે તેની ચિંતા, (૩) તેનું પુનઃ પુનઃ રટણ, (૪) તેનું ગુણકીર્તન, (૫) ઉદ્વેગ, (૬) વિલાપ, (૭) ઉન્માદ, (૮) રોગોત્પત્તિ, (૯) જડતા, (૧૦) મૃત્યુ. જ્યારે વિષયવિકાર અનુક્રમે મનુષ્યની આવી દુર્દશા કરે છે, ત્યારે ગમે તેવો ચતુર પુરૂષ હોય, નાયક હોય, સાધુપુરૂષ હોય, કિંવા ગ્રંથકાર કહે છે તેમ મૃતધર હોય અર્થાત જેણે અનેક શાસ્ત્રગ્રંથો વાંચીને પુષ્કળ જ્ઞાનભંડાર પિતાના મગજરૂપી સંદૂકમ ભરી