________________
૩૯
રાખ્યો હોય, તો પણ તે અવનતિની ખાડીમાં પડે તેમાં શું આશ્ચર્ય છે? એવા મનુષ્યની બુદ્ધિની કે જ્ઞાનની કશી કીંમત નથી, તો તેની ઈહલેકની પદવીની, તેના વૈભવવિલાસની, તેની કીતિની શી કિંમત હોઈ શકે? વિષયવિકારને વશ થએલા મોટા મોટા રાજાઓનાં રા ભાંગીને ભૂકો થઈ ગયાં છે અને તેમના રાજમુકુટ ધૂળમાં રગદોળાયા છે. વિષયી વિદ્વાનની વિદ્યા તૃણવત મનાઈ છે અને ઈહલોકમાં તેમને સૂવાને સાથે પણ મળ્યો નથી. વિષયી ધનવાનના ધનને વિષતુલ્ય સમજી રંકજનો પણ તેની સમીપે ટૂકતા નથી, અને વિષયી સાધુઓ કે ધર્માચાર્યો સાક્ષાત સ્વર્ગે જનારું વિમાન બતાવતા હોય તો પણ ડાહ્યા ને તેનું મોં જોવા ઈચ્છતા નથી. એક શીલત્રત વિના મનુષ્યના સર્વ ગુણ અને વિશિષ્ટતાઓ તૃણવત મનાય છે. વિષયી મનુષ્યને ચાબખા મારતાં કવિ બ્રહ્માનંદે યોગ્ય જ કહ્યું છે કે –
પનઘટ બેઠે પન ખેવતા હે, મુખ જેવતા હે પનિયારિયાં, દીન રેન માય બીચ ભૂલ ગયા, ખુશી ખ્યાલ કિયા નિત્ય ખ્યારિયાંક ચિત્ત ફાટ ગયા બદફેલ ચલે, બાર ઠેલતા હે ઘરબારિયાંકા, બ્રહ્માનંદ કહે તેકું દુઃખ લાગે, પણ મુખ તો રાગ પંજારિયાંકા.
દષ્ટાંત–સમુદ્રદત્ત નામનો એક વણિક પિતાની શીલવતી નામની સ્ત્રીને મૂકીને સમભૂતિ નામના એક વિદ્વાન બ્રાહ્મણની સાથે પરદેશ ગયે... બ્રાહ્મણ પરદેશમાં થોડો વખત રહીને પાછી પિતાને નગર આવ્યો અને સમુદ્રદત્તને પિતાની સ્ત્રી ઉપરનો પત્ર લેતો આવ્યો. આ ખબર થતાં શીલવતી પિતાના પતિએ મોકલેલો સંદેશાને પત્ર લેવા સમભૂતિને ઘેર ગઈ; પણ સમભૂતિની બુદ્ધિ શીલવતીની સુંદરતા જોઈને ચળી ગઈ અને તેની વિદ્વત્તા બળી ગઈ એટલે તેણે પોતાની દુષ્ટ ઈચ્છા પૂરી કરવાની શરતે પત્ર આપવાની હા કહી. ચતુર શીલવતી વિચારીને બોલી કે “પહેલે પહેરે તમારે મારે ત્યાં આવવું. પછી તે નગરના સેનાપતિ પાસે ગઈ, અને તેને કહ્યું કે સોમભૂતિ મારા પતિને સંદેશપત્ર લાવ્યો છે પણ મને આપતા નથી. સેનાપતિની બુદ્ધિ પણ બગડી અને તેણે પણ કહ્યું કે મારી ઈચ્છા પૂરી કરે તો સમભૂતિ પાસેથી પત્ર અપાવું. તેને બીજે પહેરે