________________
શ્રીમદ્ રાજચંદ્રની આત્મોપનિષદ
[૭૫ મુખ્ય દલીલે આપી છે તે પ્રસ્તુત “આત્મસિદ્ધિમાં આવે છે, પણ વિચારતાં મને એમ લાગે છે કે શ્રી. રાજચંદ્ર પ્રસ્તુત રચના માત્ર શાસ્ત્રો વાંચી નથી કરી, પણ એમણે સાચા અને ઉત્કટ મુમક્ષ તરીકે આત્મસ્વરૂપની સ્પષ્ટ અને ઊંડી પ્રતીતિ માટે જે મંથન કર્યું, જે સાધના કરી અને જે તપ આચર્યું તેને પરિણામે લાધેલી અનુભવપ્રતીતિ જ આમાં મુખ્યપણે નિરૂપાઈ છે. એક મુદ્દામાંથી બીજો, બીજામાંથી ત્રીજો એમ ઉતરોત્તર એવી સુસંગત સંકલના થઈ છે કે તેમાં કાંઈ નકામું નથી આવતું, કામનું રહી નથી જતું અને ક્યાંય પણ આડું ફંટાતું નથી. તેથી જ શ્રીમદ્ રાજચંદ્રની. આત્મસિદ્ધિ” એ એક સિદ્ધાંતશાસ્ત્ર બની રહે છે.
ભારતીય તત્ત્વજ્ઞ અને સતિની આત્માના સ્વરૂપ વિશેની દૃષ્ટિ મુખ્યપણે ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે : (૧) દેહભેદે આત્મભેદ અને તે વાસ્તવિક જ; (૨) તાત્વિક રીતે આત્મતત્ત્વ એક જ અને તે અખંડ છતાં દેખીતે જીવભેદ એ માત્ર અજ્ઞાનમૂલક; (૩) જીવભેદ વાસ્તવિક પણ તે એક જ પરમાત્માના અંશે. આ રીતે દૃષ્ટિએ ત્રણ પ્રકારની હોવા છતાં બધી દષ્ટિને પારમાર્થિક આચાર એક જ છે. વાસ્તવિક જીવભેદ માનનાર દરેક દર્શન જીવનું તાત્વિક સ્વરૂપ તે સમાન જ માને છે કે તે આધારે તેઓ બીજા નાનાંમોટાં તમામ પ્રાણી પ્રત્યે આત્મૌપજ્યમૂલક આચાર જે છે અને પિતા પ્રત્યે બીજા તરફથી જે વર્તનની અપેક્ષા રખાય તેવું જ વર્તન બીજા પ્રત્યે રાખવા ઉપર ભાર આપી સમગ્ર આચાર–વ્યવહાર યોજે છે. જેઓ આત્માના વાસ્તવિક અભેદ કે બ્રહ્મક્યમાં માને છે તેઓ પણ બીજા જીવમાં પિતાનું જ અસલી પિત માની અભેદમૂલક આચાર-વ્યવહાર જ કહે છે કે અન્ય જીવ પ્રત્યે વિચારમાં કે વર્તનમાં ભેદ રાખ તે આત્મદ્રોહ છે, અને એમ કહી સમાન આચાર-વ્યવહારની જ હિમાયત કરે છે. ત્રીજી દષ્ટિવાળા પણ ઉપરની રીતે જ તાત્વિક આચાર-વ્યવહારની હિમાયત કરે છે. આ રીતે જોઈએ તે આત્મવાદી ગમે તે દર્શન હેય તે પણ તેની પારમાર્થિક કે મૂલગામી આચાર-વ્યવહારની હિમાયત એક જ પ્રકારની છે. તેથી જ જૈન, બૌદ્ધ, વેદાન્ત કે વૈષ્ણવ આદિ બધાં જ દર્શનમાં સત્ય, અહિંસા, અપરિગ્રહ આદિ તાત્વિક આચારમાં કશો જ ભેદ દેખાતો નથી. અલબત્ત, બાહ્ય અને સામાજિક આચાર-વ્યવહાર, જે મુખ્યપણે રૂઢિઓ અને દેશકાળને અનુસરી ઘડાય કે બદલાય છે તેમાં, પરંપરાભેદ છે જ અને તે માનવસ્વભાવ પ્રમાણે અનિવાર્ય છે. પણ જે આત્મસ્પર્શી મૂલગામી વર્તાનના સિદ્ધાંત છે, તેમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org