Book Title: Atma Siddhi Shastra Vivechan Part 3
Author(s): Shrimad Rajchandra, Rakeshbhai Zaveri
Publisher: Shrimad Rajchandra Ashram
View full book text
________________
૧૯
ગાથા-૮૭ આત્મા અને કર્મનો સંબંધ અનાદિ હોવાથી આત્માનો મોક્ષ નથી એ જ વિકલ્પ શિષ્ય પ્રસ્તુત ગાથામાં રજૂ કરે છે. શિષ્યને આત્માનું કર્મકર્તુત્વ અને કર્મફળભોસ્તૃત્વ સિદ્ધ થયું છે, પણ હજી મોક્ષના અસ્તિત્વ વિષે તેને શંકા રહે છે. તેને અંતરમાં સંદેહ છે કે જીવનો મોક્ષ ખરેખર હશે કે નહીં. પોતાનો આ સંદેહ વ્યક્ત કરતાં પહેલાં તે આત્માના કર્મકર્તુત્વ અને કર્મફળોફ્તત્વનો સ્વીકાર કરે છે.
શ્રીગુરુના સમાધાનથી તેને સમજાયું છે કે કર્મ પણ એક પ્રકારનું દ્રવ્ય છે. કર્મ પુદ્ગલસ્વભાવી છે. કર્મ એ વસ્તુતઃ જડ પદાર્થ છે. જીવથી કર્મ તદ્દન ભિન્ન પદાર્થ છે. જીવન અને કર્મનો સ્વભાવ એક નથી, પણ વિભિન્ન છે. રાગ-દ્વેષ આદિ વિકારી ભાવોના કારણે કર્મયુગલો આત્માને વળગે છે. કર્મનો આત્માની સાથે દૂધ અને પાણીની જેમ સંબંધ થાય છે, જેને કર્મબંધ કહે છે.
આ બંધના કારણે આત્મા અનેક પ્રકારનાં દુઃખ ભોગવે છે. બંધનની અવસ્થામાં આત્માને સાંસારિક સંયોગોને આધીન રહેવું પડે છે. એ બંધ જીવને સંસારમાં જન્મમરણરૂપ વેદનાનો અનુભવ કરાવે છે. બંધનની અવસ્થામાં જીવે જન્મ-મરણની ઘટમાળમાં ફસાવું પડે છે. બંધનના કારણે તે જન્મ-મરણના ચક્રમાં ફર્યા કરે છે. બંધનના કારણે તે ફરી ફરી જન્મ ગ્રહણ કરી ચોર્યાસી લાખ યોનિઓમાં ચક્કર લગાવતો રહે છે. પોતે કરેલાં કર્મોનાં ફળ તેણે અવશ્ય ભોગવવાં પડે છે.
કર્મ આત્માની સાથે કેવી રીતે સંબંધમાં આવે છે અને તે ચોક્કસ પ્રકારનું ફળ કેવી રીતે આપે છે તે શિષ્યને સમજાયું છે. કર્મ અદષ્ટ છે, મૂર્ત છે, વિચિત્ર છે, અનાદિ સંબદ્ધ છે; કર્મપ્રહણની પ્રક્રિયા, બંધનું સ્વરૂપ, કર્મના બંધહેતુ, બંધ અને જીવની પરાધીનતા, કર્મનું શુભાશુભરૂપે પરિણમન, કર્મના ભેદો, કર્માધીન પરલોકપ્રાપ્તિ ઇત્યાદિ વિષયો સંબંધી તેને સ્પષ્ટ સમજણ થઈ છે. તેને પાકો નિર્ધાર થયો છે કે સંસારી જીવો અનેકવિધ કર્મો કરતા રહે છે અને પોતે કરેલાં તે કર્મો અનુસાર તેમણે ફળ પણ ભોગવવાં જ પડે છે. સારાં કર્મોનાં સારાં અને નઠારાં કર્મોનાં નઠારાં ફળ પ્રાપ્ત થાય છે. આત્મા કર્મનો કર્તા તથા ભોક્તા છે.
આમ, શ્રીગુરુના ન્યાયયુક્ત સમાધાનથી શિષ્યને આત્માનાં પ્રથમ ચાર પદનો યથાર્થ નિર્ણય તથા નિશ્ચય થયો છે. ‘આત્મા છે', ‘તે નિત્ય છે' તથા ‘તે કર્મનો કર્તાભોક્તા છે' એ યથાર્થપણે સમજાયું છે. આત્માનું અસ્તિત્વ, નિત્યત્વ, કર્તુત્વ અને ભોસ્તૃત્વ તે સ્વીકારે છે. સંસારના જીવો વિષે વિચારતાં તેને જણાય છે કે જીવ નિરંતર કર્મ કરે છે તથા તેનાં ફળ ભોગવે છે. તે ફળ ભોગવતાં વળી નવાં કર્મો ઉપાર્જન કરે છે. દ્રવ્યકર્મના ઉદય વખતે અનુકૂળ-પ્રતિકૂળ સંજોગોની પ્રાપ્તિ થાય છે અને જીવ અજ્ઞાનદશાના કારણે તેમાં ઇષ્ટ-અનિષ્ટપણે માની, બીજાં નવાં કર્મો ઉપાર્જન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org