________________
સાથે લઈ ત્યાંથી નાઠી જંગલમાં એણે પુત્રને જન્મ આપે અને પ્રસૂતિની વેદનામાં એ ત્યાં જ મૃત્યુ પામી. વસુમતી દાસીએ પુત્રને લીધે. સથવારે મળતાં તે રત્નદીપે આવી. અહીંના નીલકંઠ રાજા કમળસુંદરીના ભાઈ થતાં હતા. એમના ત્યાં બાળકને ઉછેર થવા લાગે. એનું નામ હરિકુમાર રાખવામાં આવ્યું. એ હરિકુમાર અહીં છે. હું પોતે વસુમતી છું. અને હરિકુમાર તમને મળવા ઈચ્છે છે તે તમે ચાલો. ધનશેખર હરિકુમારને મળે. બન્ને વચ્ચે મિત્રી થઈ.”
એક દિવસ કઈ તાપસીએ આવી હરિકુમારને એક ચિત્ર દેખાડયું. કુમાર એ જોઈ મેહિત થઈ ગયો. વિકારના ભાવે તાપસી જાણી ગઈ અને ચાલતી થઈ, મિત્રો પણ હરિકુમારના ભાવ જાણું ગયા. તાપસીને શોધવા ધનશેખરને રવાના કર્યો. ધનશેખર એ કાર્યો જોડાઈ ગયો.
ધનશેખરને રસ્તામાં જ બંધુલા તાપસી મળી. હકીકત પૂછતાં સમજાયું કે એ જ સવારે નગરના રાજા નીલકંઠની રાણી શિખરિણી પાસે ભિક્ષા લેવા ગઈ ત્યારે બધે રાજપરિવાર ઉદાસ જો. કારણ પૂછતાં સમજાયું કે કોઈ કારણસર મયૂરમંજરી સવારથી ઉદાસીન બની ગઈ છે. નિમિત્તશાસ્ત્ર દ્વારા તાપસીએ કહ્યું કે મંજરી હરિકુમારની વિચારણામાં છે. એનું મન એમાં છે. રાણીને આ વાત બરોબર લાગી એ બંનેના મિલનનું કાર્ય તાપસીને જ પાર પાડવા કહ્યું. તાપસીએ કુમારીની પ્રતિકૃતિ લઈ હરિને બતાવી અને હરિને મંજરી ઉપર પ્રેમ છે એટલું જાણું તાપસી પાછી વળી. ધનશેખર તાપસીને લઈ હરિકુમાર પાસે આવ્યો. કુમાર રાજમંદિરે ગયે. નીલકંઠ રાજાએ ઉત્સવ પૂર્વક મંજરીના લગ્ન હરિ સાથે કર્યા,
સાગરની સલાહના કારણે ધનશેખરને લાગતું હતું કે હરિકમારની મિત્રતા ધનપ્રાપ્તિમાં વિનભૂત છે. વળી એ વખતે ધનને યૌવન અને મિથુન સાથે મિત્રતા થઈ. યૌવનને શરીરમાં અને મથુનને