________________
સત્તરમું શ્રી પિંડરીક અધ્યયન.
[૧૫ તે વાવડીને બરાબર મધ્ય ભાગમાં એક ઘણું મોટું કમળમાં શ્રેષ્ઠ એવું ઘણું સુંદર કમળ છે, તે પણ ખીલેલું ઉચી પાંખડીવાળું રૂચિર વર્ણ ગંધ રસ ફરસથી યુક્ત પ્રસન્નતા કરનારું રૂપાળું છે,
આ વાવડીમાં બધી દિશા બે કમળે છે. તે પૂર્વે કહેલાં માફક રૂદ્ધ રૂપાળાં છે, તેમાં વચમાં પૂર્વે કહેલું એક સુંદર મનહર ખીલેલું કમળ છે.
ટીકાના અર્થમાં વિશેષતા પ્રથમ સ્કંધના છેલ્લા સૂત્ર સાથે આ કંધના પહેલા સૂત્રને સંબંધ કહે, તે આ પ્રમાણે છે. પૂર્વે કહ્યું કે તમે આ પ્રમાણે જ જાણે માને, જે ભગવાને મને કહ્યું છે, તે હું કહું છું” તેજ પ્રમાણે આ સ્કંધમાં કહ્યું કે મેં આયુવાળા ભગવાન પાસે આવું સાંભળ્યું, તેમજ પ્રથમ સૂત્રમાં કહ્યું કે જે ભગવાને કહ્યું, તે મેં સાંભળ્યું, તે તમે સમજે,
પ્ર-ભગવાને શું કહ્યું?
ઉ-આ સૂત્રકૃતાંગ સૂત્રમાં બીજા સ્કંધમાં પિંડરીકકમળ જે સે સફેદ પાંખડીવાળું હોય તેની ઉપમા છે, તેથી તેનું નામ પુંડરીક છે, એવું કહ્યું, તે બરોબર છે, અહીં દષ્ટાન્ત પુષ્કરિણું પુષ્કર પદમકમળે જેમાં હોય તે વાવડી, જેમાં ઘણું અગાધ પાણી હોય, જેમાં ચાલતાં ઘણે લેપ થાય