________________
૩૪
વિકધર્મથી અપરિચિત મનુષ્ય જ્યારે અવિધિથી અને અવિવેકથી સામાયિકની ક્રિયા કરનારાઓને જુએ છે, ત્યારે તેમના મનમાં સામા યિકધર્મ અંગે કેઈ વિશેષ સદ્ભાવ કે એની ઉપાદેયતાને ભાવ જાગ્રત થતો નથી.
સામાયિકધર્મ અંગે વિશદ જ્ઞાન પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્યોએ, સામાયિક ધર્મની આરાધના ખોડખાંપણ વિનાની કરવાની ઈચ્છાવાળા મનુષ્યોએ આ પ્રસ્તુત ગ્રંથ “સામાયિક-વિજ્ઞાન” વાંચો જોઈએ. આ ગ્રંથના લેખક શ્રી ધીરૂભાઈએ સરલ ભાષામાં અને સમય શૈલીમાં સામાયિકધર્મને સમજાવ્યું છે. વીસ પ્રકરણોમાં તેમણે સામાયિક અંગેની સર્વાંગીણ વાતો કરી છે.લેખકની લેખનપ્રતિભાથી જૈન સમાજ અપરિચિત નથી. તેમણે અનેક વિષયો ઉપર સેંકડે પુસ્તક લખ્યાં છે. તાત્વિક અને શાસ્ત્રીય વિષયોને વિશદ કરવામાં તેમની “માસ્ટરી” છે.
તેઓએ પ્રસ્તુત ગ્રંથમાં પાન નં. ૮૧ ઉપર પ્રશ્નોત્તરીમાં સામાયિક કરનારની ઉંમર આઠ વર્ષ અને તેની ઉપરની.. બતાવી છે. તે સર્વવિરતિ–સામાયિક માટે બરાબર છે; પરંતુ તે સિવાયના ત્રણ સામાયિકની આરાધના તો આઠ વર્ષથી નાની ઉંમરનાં બાળકે પણ કરી શકે.
લેખકે લગભગ દરેક પ્રકરણમાં એક એક રસમય વાર્તા મૂકીને, સામાયિક-વિજ્ઞાન” જેવા ગહન વિષયને પણ સરલ અને સુબોધ બનાવી દીધું છે. મોટા ભાગના પ્રકરણમાં “પ્રશ્નોત્તરી ” મૂકીને લેખકે વિષયને ખૂબ જ રોચક બનાવ્યો છે. વૃદ્ધાવસ્થામાં પ્રવેશી ગયેલા એવા આ શતાવધાની પંડિતજીએ “સામાયિક-વિજ્ઞાન” લખીને સ્વયં તે અનુપ્રેક્ષા–સ્વાધ્યાયને રસાસ્વાદ માણ્યું છે. સાથે જ, વિશાળ જનસમુદાયને સામાયિક-ધર્મ તરફ અભિમુખ કરવાને પુણ્ય