________________
૩૩
ગ્રન્થમાં કરવામાં આવી છે. મુખ્યતયા ૩૬ દ્વારેથી એ વિચારણું કરવામાં આવી છે. એ ૩૬ દ્વારને અહીં માત્ર નામનિર્દેશ જ કરૂં છું: ૧. ક્ષેત્ર ૨. દિશા ૩. કાળ ૪. ગતિ ૫. ભવ્ય ૬. સંસી ૭. શ્વાસોચ્છુવાસ ૮. દષ્ટિ ૯. આહાર ૧૦ પર્યાપ્તિ ૧૧. સુપ્ત–જાગ્રત ૧૨. જન્મ ૧૩. સ્થિતિ ૧૪. વેદ ૧૫. સંજ્ઞા ૧૬. કષાય ૧૭. આયુષ્ય ૧૮. યોગ ૧૯. શરીર ૨૦. જ્ઞાન ૨૧. ઉપગ ૨૨. સંસ્થાન ૨૩. સંધયણ ૨૪. અવગાહના ૨૫. લેશ્યા ૨૬. પરિણામ ૨૭. વેદના ૨૮. સમુઘાત ૨૯. નિર્જરા ૩૦. ઉદ્વર્તના ૩૧. આશ્રવ ૩૨. અલંકાર ૩૩. શયન ૩૪. આસન ૩૫. સ્થાન ૩૬. ચંક્રમણ. ક
વર્તમાનકાળે શ્રાવક-શ્રાવિકાઓ જે બે ઘડીનું સામાયિક કરે છે, તે અનેક ક્ષતિઓથી વિક્ષત થયેલું જોવામાં આવે છે. + કાયાના બાર દોષો ટાળવાનું દુર્લક્ષ્ય, વચનના દસ અને મનના દસ દોષ નિવારવાનું દુર્લક્ષ્ય! આ બેકાળજીના પરિણામે સામાયિકધર્મની પ્રતિષ્ઠા ઘટી છે. સામાયિક કરનારાઓમાં સમતા ભાગ્યે જ જોવા મળે છે. સામાયિકની ક્રિયામાં અવિધિ પ્રવેશી ગઈ છે. સામાયિકના કાળમાં પણ વિકથાઓ ચાલે ! ઊંઘવાનું ચાલે ! છીંકણી સુંઘવાનું ચાલે !” અનેક અયોગ્ય પ્રવૃત્તિઓ ચાલે... છતાં માને કે મેં સામાયિક કર્યું!'
સામાયિકધર્મની આરાધના કરનારા સ્ત્રી-પુરુષોના જીવનમાં જ્યારે કેઈ સારું પરિવર્તન જોવામાં નથી આવતું, ત્યારે તેઓ બીજા મનુષ્યોની દષ્ટિમાં “સામાયિકધર્મના પ્રભાવને ઝાંખું પાડે છે. સામા* આ ૩૬ દ્વારે ઉપર સંક્ષિપ્ત પણ સુંદર વિવેચન માટે વાંચો
“શ્રી સર્વજ્ઞકથિત પરમ સામાયિક ધર્મ 57
પ્રકાશક: શ્રી મહાવીર તત્ત્વજ્ઞાન પ્રચારક મંડળઃ અંજાર (કચ્છ) + આ ૩૨ દોષોની સમજણ મેળવવા પ્રસ્તુત ગ્રંથમાં પ્રકરણ
ધ્યાનપૂર્વક વાંચે.