________________
૩૧
સમ=મધ્યસ્થ [ રાગ–દ્વેષરહિત ] આય=પ્રાપ્તિ.
સમ+ગાયતમાય મધ્યસ્થ ભાવની પ્રાપ્તિ થવી તે સામાયિક
સામાન્ય મનુષ્ય ‘ સામાયિક’ ના એક જ અથ સમજે છે, એ ઘઢીનું સામાયિક ! પર ંતુ એમ નથી, સામાયિકના ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છેઃ
૧. શ્રુત સામાયિક.
૨. સમ્યક્ત્વ સામાયિક,
૩. દેશવિરતિ સામાયિક,
૪. સવિરતિ સામાયિક,
શ્રુત સામાયિક : ગીતા સદ્ગુરુએ પાસે વિનયબહુમાનપૂર્ણાંક સૂત્ર અને અ`તું જ્ઞાન પ્રાપ્ત કરવું.
સમ્યક્ત્વ સામાયિક : જિનભાષિત તત્ત્વા ઉપર દૃઢ શ્રદ્ધા. સુદેવસુગુરુ-સહુ પ્રત્યે અવિચલ શ્રદ્ધા.
દેશવિરતિ સામાયિક : પાપ પ્રવૃત્તિઓને આંશિક ત્યાગ. આ સામાયિક અણુવ્રત, ગુણવ્રત અને શિક્ષાત્રતાની અપેક્ષાએ અનેક પ્રકારનુ છે.
સર્વવિરતિ સામાયિક : સર્વ પાપપ્રવૃત્તિને સર્વથા ત્યાગ.
સામાયિક- ધની આરાધનામાં જેમ ખાદ્ય દ્રવ્ય, ક્ષેત્ર અને કાળનુ મહત્ત્વ છે, એ અંગેના કેટલાક વિધિ-નિષેધા છે, તેમ ‘ભાવ’ની અગત્યતા પણ એટલી જ છે. એટલું જ નહીં, દ્રવ્ય-ક્ષેત્ર અને કાળના વિધિ નિષેધાની પાલના ‘ ભાવ” ની પ્રાપ્તિ માટે છે. એ મનેાભાવ ઉત્તરાત્તર વિશુદ્ધ વિશુદ્ધતર થતા જાય. આંતર-આનન્દની, આંતરસુખની નિરંતર વૃદ્ધિ થતી જાય. સામાયિકના ઉપાસક