________________
છ ી અ નમઃ પ્રસ્તાવના
પાપમાં અશાતિ! પાપથી દુઃખ અને ત્રાસ ! પાપથી સર્વનાશ...
સર્વજ્ઞ સર્વદશી પુરુષોએ કરેલું આ સચોટ નિદાન છે. જેમના સચોટ નિદાન વિના સાચો અસરકારક ઉપચાર ન થઈ શકે. સકલ વિશ્વના સર્વ જીવોની દુઃખમય, ત્રાસમય સ્થિતિનું જ્ઞાનદષ્ટિથી
અવલોકન કરતાં કરુણવંત જ્ઞાની પુરુષનું હૃદય રડી ઉઠયું. તેમણે પિતાનાં સર્વ વૈષયિક સુખનો ત્યાગ કરી દીધો. તપ, ત્યાગ અને તિતિક્ષાને ધમપુરુષાર્થ આરંભી દીધો. સુદીર્ધકાળ એ સાધનાના માગે અવિરત પ્રગતિ કરતા રહ્યા...અને આત્મજ્ઞાનનો દિવ્ય પ્રકાશ પ્રાપ્ત કર્યો. એ દિવ્યપ્રકાશમાં તેમણે વિશ્વની યથાર્થ પરિસ્થિતિનું દર્શન કર્યું. “જીવો શાથી દુઃખી ? જીવ શાથી અશાન્ત ?” આ પ્રશ્નનું સમાધાન મળી ગયું. “પાપોથી દુ:ખ છે. પાપથી અશાતિ છે.'
અનંત અનંત પાપના ભારે રસિયા જીવોને સમજાવવું કે ‘તમે આ પાપોથી દુઃખી છે...” કેટલું બધું અઘરું કામ છે ! ન માને આ વાત. વાત કરનારની હાંસી કરે. આવી વાત કરનારને પાગલ માને ! “પાપોથી સુખ મળે છે.” આ દૃઢ બની ગયેલી માન્યતાનાં મૂળિયાં પાતાળમાં ગયેલાં છે. એ મૂળિયાંને ઉખેડી નાંખવાં...એ સામાન્ય માનવીનું ગજુ નહીં. એ દુષ્કર કાર્યને કરવા માટે તે જોઈએ અનંત આત્મશક્તિ! જોઈએ અનંત જ્ઞાન અને અનંત કરુણા.
તીર્થકર એટલે આ ત્રણ અપૂર્વ તનું સંમિશ્રણ. અનંત - આત્મશક્તિ + અનંત જ્ઞાન + અનંત કરુણું = તીર્થકરત્વ. આ