________________
જૈનધર્મની જગતમાં પ્રતિષ્ઠા અંગેના પ્રશ્નો : ૯
૩૩ સરકારી તેમ જ સરકારમાન્ય સંસ્થાઓમાં હિંદુ જ્ઞાતિની કોઈ પણ પેટાજ્ઞાતિને અમાન્ય કરવાનો છે. એટલે આ ધારા અનુસાર હિંદુ ધર્મને પાળનાર કોઈ પણ વ્યક્તિ પોતાને હિંદુ સિવાય બીજી કોઈ રીતે ઓળખાવી ન શકે. હિંદુધર્મથી ભિન્ન ધર્મવાળા તરીકે ફક્ત ખ્રિસ્તીઓ, યહૂદીઓ, મુસલમાનો, પારસીઓ અને શીખોની જ ગણના કરવામાં આવી છે. એટલે કે દેખીતી રીતે જ જૈનોનો હિંદુમાં સમાવેશ કરી લેવામાં આવ્યો છે, અને તેથી આ ધારો, અત્યારે છે તે રૂપમાં, જેનોને પણ આપોઆપ જ લાગુ પડી જાય છે. આ ધારાનો ભંગ કરનાર માટે એક મહિના સુધીની સાદી કેદ અથવા એક હજાર રૂપિયા સુધીનો દંડ અથવા એ બંને પ્રકારની સજાની જોગવાઈ ધારાની પાંચમી કલમમાં કરવામાં આવી છે. એટલે આ ધારો અમલમાં આવે તો સરકારી કે સરકારમાન્ય ખાતાંઓમાં પોતાને “જૈન' તરીકે ઓળખાવનાર વ્યક્તિ આ પ્રમાણેની સજાને પાત્ર ઠરે છે!
નાત-જાતના કાયદા-કાનૂનોના ક્ષેત્રમાં એટલે કે જ્ઞાતિના સંબંધે જૈનોનો સમાવેશ હિંદુઓમાં કરવામાં આવે, તો એ સમજી શકાય એવી વાત છે. અને આ માટે જેનોએ હિંદુઓમાં પોતાનો સમાવેશ કરવા સામે વાંધો ઉઠાવવાની જરૂર નથી એમ પણ અમે આ પૂર્વે લખ્યું છે, છતાં જ્ઞાતિ અને ધર્મને સેળભેળ કરી નાખવાની સામે ખૂબ સાવચેતી રાખવી જોઈએ. એટલે ધર્મની દૃષ્ટિએ જૈનધર્મનું સ્વતંત્ર જ અસ્તિત્વ સ્વીકારવું જોઈએ અને એને હિંદુ ધર્મના અંતર્ગત ધર્મ તરીકે ગણી લેવાનો અનુચિત પ્રયત્ન છોડી દેવો જોઈએ. આમ થાય તો જ ધર્મ અને જ્ઞાતિની ખોટી સેળભેળથી બચીને ન્યાયની સમતુલા જાળવી શકાય, અને જેનને ખોટી રીતે અન્યાયના ભોગ બનવું ન પડે. આ બીના તરફ અમે મુંબઈ સરકારનું, મુંબઈ ધારાસભાના બધા ય સભ્યોનું અને મુંબઈ પ્રાંતના આગેવાન કાર્યકરોનું ભારપૂર્વક ધ્યાન દોરીએ છીએ.
પ્રસ્તુત ધારાની બીજી કલમની પહેલી પેટા કલમમાં ‘હિંદુ’નો અર્થ કરતાં જણાવ્યું છે કે હિંદુ ધર્મને પાળનાર કુટુંબમાં જે જન્મે તે હિંદુ. આ અર્થને કબૂલ રાખીએ તો જૈનનો આમાં શી રીતે સમાવેશ કરી શકાય એ સમજી શકાતું નથી, કારણ કે ધર્મ તરીકે તો જૈનધર્મ હિંદુ ધર્મથી સાવ જુદો જ ધર્મ છે. એનો કોઈ પણ દષ્ટિએ હિંદુ ધર્મમાં સમાવેશ થઈ શકે એમ નથી – સિવાય કે એ બંને ધર્મની ભૂમિ હિંદુસ્તાન છે. પણ કેવળ એક જ ભૂમિ હોવાના કારણે જૈનધર્મનો હિંદુ ધર્મમાં સમાવેશ કરી શકાતો હોય તો તો શીખધર્મ પણ હિંદુ ધર્મમાં જ સમાઈ જવો જોઈએ; પણ તેની ગણના જુદા ધર્મ તરીકે કરવામાં આવી છે એ હકીકત છે. એટલે આ ઉપરથી જોઈ શકાશે કે જૈનધર્મનો હિંદુ ધર્મમાં સમાવેશ કરવો કોઈ રીતે ન્યાયસંગત નથી. બંને ધર્મોની પોતાની દૃષ્ટિએ વિચાર કરીએ તો પણ બંને ધર્મોને એક માનવાનું અનુચિત લાગ્યા વગર નહીં રહે. બંને ધર્મના મૂળ સિદ્ધાંતો જુદા છે, બંનેના આરાધ્ય દેવ જુદા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org