________________
૪૨૪
જિનમાર્ગનું જતન બની ગયા છીએ. આવુંઆવું તો દેશહિતવિરોધી કંઈક આપણે ત્યાં બની રહ્યું છે. છતાં આ બધું આપણે દેશના ભોગે જ કરી શકીએ છીએ એનું હજી પણ આપણને ભાન નથી. પણ જવા દો એ વાત. માતૃભાષા દ્વારા જ બધું શિક્ષણ આપવાની વાત પણ અમને સરવાળે રાષ્ટ્રના વ્યાપક અને લાંબા ગાળાના હિતની વિરુદ્ધ જાય એવી જ લાગે છે.
અહીં એક વાત આપણે સ્વીકારવી જોઈએ કે કેન્દ્ર-સરકારના અત્યારના શિક્ષણપ્રધાન માનનીય શ્રી ત્રિગુણસેન નિર્ભેળ અને નિષ્ઠાવાન કેળવણીકાર છે. તેઓ પોતે જે કંઈ નિર્ણય લે અથવા સરકારને જે કંઈ સલાહ આપે તે કેળવણીના શાસ્ત્રની દૃષ્ટિએ જ હોય, અને એમાં સમગ્ર રાષ્ટ્રના હિતનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો હોય એમાં શંકા નથી. એમણે અપનાવેલી શિક્ષણની બોધભાષા અંગેની નીતિમાં એમનો ઈરાદો ખોટો હોવાનો આક્ષેપ પણ, એમની અત્યાર સુધીની કારકિર્દી જોતાં, એમના ઉપર કોઈથી થઈ શકે એમ નથી. આ બધું જ છે, છતાં અમારે અદબપૂર્વક, કહેવું જોઈએ કે ઉચ્ચમાં ઉચ્ચ શિક્ષણ પણ માતૃભાષાના માધ્યમ દ્વારા આપવાની એમની નીતિની ગુણવત્તા અને રાષ્ટ્રહિતની દૃષ્ટિએ ઉપયોગિતા અમારા મનમાં વસતી નથી. રાષ્ટ્રભાષાના વિકાસના ભોગે માતૃભાષાનો વિકાસ સાધવાનો આ વ્યામોહ સમય જતાં રાષ્ટ્રહિતને નુકસાન પહોંચાડ્યા વગર રહેવાનો નથી એમ અમને ચોક્કસ લાગે છે. જેમ રોટી-વ્યવહાર અને બેટી-વ્યવહાર સંપ, સ્નેહ અને એકતાને વધારનારાં પરિબળો છે, એ જ રીતે ભાષા પણ એકતા અને સંપની ભાવનાને વિકસાવનારું ઘણું મોટું પરિબળ છે. ભાષાનો ભેદ જતે દહાડે મનના ભેદનો પ્રેરક બને એ ઘણું બનવા જોગ છે. તેથી જ અમે ચોક્કસ માનીએ છીએ કે આખા દેશના ઉચ્ચ શિક્ષણને માટે એક જ બોધભાષા તરીકે આપણી રાષ્ટ્રભાષા સ્થાન પામે. રાષ્ટ્રભાષા વગર રાષ્ટ્ર ના બની શકે, ન ટકી શકે એ વાત આપણે બરાબર સમજી લેવી ઘટે. (કદાચ ભારત જેવા મોટા દેશને માટે ઉચ્ચ શિક્ષણની બોધભાષા એક જ રાખવાનું શકય ન લાગે તો વધુમાં વધુ બે બોધભાષા રાખી શકાય.)
વીસ વર્ષ પહેલાં રાષ્ટ્રભાષાનો બોધભાષા તરીકે સ્વીકાર કરાવવાનું કામ જેટલું મુશ્કેલ હતું, એના કરતાં, આ બધા સમય દરમ્યાન નાનાં-નાનાં હિતોનો વિચાર વધારે પડતો આગળ આવી જવાથી અત્યારે વધુ મુશ્કેલ બની ગયું છે એ સાચું છે. પણ મુકેલ હોવાને કારણે એને જતું કરવું એ મોટી ભૂલ છે. અત્યારે તો કંઈક એમ પણ લાગે છે કે રાષ્ટ્રભાષાનો બોધભાષા તરીકે દેશવાસીઓ પાસે સ્વીકાર કરાવવાનું કામ સીધાં ચઢાણ ચઢવા જેવું આકરું છે. તેથી ઢાળ તરફ દોટ મૂકતા પાણીની જેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org