________________
૪૨૨
જિનમાર્ગનું જતન આપણો સ્વાર્થ વધારે સંકળાયેલો આપણને દેખાયો તે પ્રાંત, ભાષા, ધર્મ, વર્ણ, કોમ, જાતિ, સમાજ અને છેવટે પોતાની જાતના સ્વાર્થની દૃષ્ટિએ વિચારવા લાગ્યા, પરિણામે, રાષ્ટ્રની અખંડિત એકતાની ભાવના ક્રમે-ક્રમે શિથિલ થવા લાગી. એટલે આજે દેશનું નાવ, શાણા સુકાનીના અભાવે, ઝંઝાવાતમાં સપડાઈ ગયું છે.
દેશની અખંડિતતાની ભાવના ઉપર પહેલો વજપાત થયો ભાષાવાર પ્રાંતોની રચનાની શરૂઆતથી. એના લીધે દેશવાસીઓના મનમાં રાષ્ટ્રહિતને વિસરાવી દે એવી બે સંકુચિત, સ્વાર્થી વૃત્તિઓ જન્મી અને પ્રબળ બની : એક તો દેશના હિતને બદલે, તેમ જ ક્યારેક તો દેશના હિતને ભોગે પણ, પોતાના પ્રાંતના હિતને અગ્રસ્થાન આપવાની મનોવૃત્તિ, અને બીજી, રાષ્ટ્રભાષાને બદલે માતૃભાષાનો વધારે-પડતો વિચાર તેમ જ વિકાસ કરવાની દૃષ્ટિ. આ બંને દૃષ્ટિઓ દેશના વ્યાપક અને લાંબા ગાળાના (તેમ જ અમુક અંશે નજર સામેના પણ) હિતને ભારે નુકસાન પહોંચાડે એવી હોવા છતાં હવે એનાથી બચવાનું આપણા હાથમાં નથી રહ્યું. એક પછી એક નવા-નવા ભાષાવાર પ્રાંતો રચાતા જ જાય છે; અને આ વિઘાતક પ્રક્રિયા ક્યારે અને ક્યાં જઈને અટકશે એ કહેવું મુશ્કેલ છે.
એક વાત સાચી છે કે ભાષાવાર પ્રાંતરચનાનો વિચાર એ કંઈ સ્વરાજ્ય પછી જન્મેલો સાવ નવો વિચાર નથી. એ વિચારનાં મૂળ ગાંધીજીની રાહબરી નીચે સ્વરાજ્યની લડત ચાલતી હતી એ વખત જેટલાં જૂનાં છે. અને એની બિનરાજકીય કહી શકાય એવી શરૂઆત કોંગ્રેસે મોટે ભાગે ભાષાની દૃષ્ટિએ કરેલ પ્રાદેશિક કે પ્રાંતિક સમિતિઓની રચના દ્વારા થઈ હતી. પણ લડતના એ વખતમાં કેવળ ત્યાગ અને બલિદાન જ કરવાનાં હતાં, અને વહેંચીને ભોગવવાનું તો કંઈ હતું જ નહીં, એટલે એનું વ્યાવહારિક અનિષ્ટ આપણા ખ્યાલમાં ન આવે એ સ્વાભાવિક હતું. પણ જો આપણે આપણા દેશની મૂળભૂત સ્વાર્થપરાયણ તાસીરનો અને ભૂતકાળના રાષ્ટ્રવિરોધી સંખ્યાબંધ કમનસીબ બનાવોનો ગંભીરતાપૂર્વક વિચાર કરી શક્યા હોત, તો બિનસાંપ્રદાયિકતાની નીતિનો સ્વીકાર કરવામાં આપણે જેવાં શાણપણ અને દૂરંદેશી દાખવ્યાં, એ જ રીતે દેશના વ્યાપક હિતને ધ્યાનમાં લઈને, ભાષાવાર પ્રાંતરચનાની નીતિનો પણ આપણે ત્યાગ જ કર્યો હોત, પણ આપણું કમનસીબ એવું કે આપણને એમ કરવાનું વેળાસર ન સૂછ્યું, અને હવે તો ભાષાવાર પ્રાંત-રચનાના અનિષ્ટમાં આપણે એવા તો સપડાઈ ગયા છીએ, કે હવે એમાં રુકાવટ કરવામાં ઘણું મોડું થઈ ગયું છે; આવી રૂકાવટ કરવી અત્યારે શક્ય જ લાગતી નથી.
આજે આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, પણ ભાષાવાર પ્રાંતરચનાની ઘેલછાને લીધે આપણું ધ્યાન રાષ્ટ્રભાષાના બદલે પ્રાંતભાષા એટલે કે માતૃભાષા તરફ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org