________________
જિનમાર્ગનું જતન
(૩) શ્રીમંતોને પોતાને રાહે જવા દઈને, ગરીબ અને મધ્યમ વર્ગ પોતાનો માર્ગ નક્કી કરી પહેલ કરે.
(૪) આ બાબતમાં માબાપો કે વડીલોથી નિરપેક્ષ બનીને લગ્ન કરનાર યુવક-યુવતીઓ પહેલ કરે.
૪૬૦
હવે આનું થોડુંક પૃથક્કરણ કરીએ ઃ
જો આખો સમાજ પરિસ્થિતિનો સાચો તાગ મેળવીને સમજી-વિચારીને, પાણી પહેલાં પાળ બાંધવાની દૂરંદેશી દાખવે તો તો એ સોના જેવું ઉત્તમ. જો એમ થાય તો પહેલ કોણે કરી અને કોણે બળવો કે ખળભળાટ કર્યો એ સવાલ જ ન રહે. પણ અત્યારે સમાજશ૨ી૨માં જે શિથિલતા અને જડતા પ્રવેશી ગઈ છે તે જોતાં આખો સમાજ આવું અમલી પગલું ભરે એ આશા વધારે પડતી લાગે છે.
બીજા વિકલ્પ મુજબ જો સમાજના શ્રીમંતો, આખા સમાજનો વિચાર કરીને લગ્ન વગેરે પ્રસંગો બિનખરચાળ રીતે ઊજવવાનો ચીલો પાડે તો પણ આખો સમાજ ઝડપભેર એમને અનુસરવા લાગે. પણ અત્યારે પોતાની સંપત્તિનું જાહેરમાં પ્રદર્શન કરવાની જે વૃત્તિ શ્રીમંત-વર્ગમાં પેસી ગઈ છે, તે જોતાં તેઓ આ દિશામાં પહેલ કરે એ અમને પોતાને તો ન બનવાજોગ લાગે છે.
ઉપરના બે માર્ગો તો શાંતિ અને સુલેહસંપથી ભરેલા છે, અને પછીના બે માર્ગો કંઈક ઉદ્દામપણાથી ભરેલા કે બળવાની લાગણીથી પ્રેરાયેલા છે એમ અમને લાગે છે. શ્રીમંતોને પોતાને રાહે જવા દઈને ગરીબ અને મધ્યમ વર્ગની જનતા જ્યારે પોતાને માર્ગે ચાલવાનો નિર્ણય ક૨શે, ત્યારે એ નિર્ણય એકતા અને સહકારની ભાવનાનો પોષક નહીં હોય, પણ વર્ગવિગ્રહની કટુ લાગણીથી ભરેલો હશે; અને છેવટે એ અત્યારના સમાજના બંધારણને પુષ્ટ કરનાર નહીં પણ એને છિન્નભિન્ન કરનાર નીવડશે. છતાં જનતાને માટે જ્યારે આ પ્રશ્ન જીવન-મરણ જેવો ઉગ્ર બની ગયો છે, ત્યારે જનતા છેવટે અકળાઈને એ માર્ગે વળી જાય એવી ઘણી શકયતા છે. સવાલ ફક્ત સમયની મર્યાદાનો જ છે.
ચોથા ઉપાય સામે એક ભારે કમનસીબી તો એ છે કે હમણાં-હમણાં છેલ્લાં દસેક વર્ષથી આપણાં છોકરા-છોકરીઓમાં એકબીજાનાં ગુણ અને રૂપથી આકર્ષાવાને બદલે (અથવા એની સાથેસાથે) પૈસાથી આકર્ષાવાની અનિચ્છનીય અને પુરુષાર્થહીન વૃત્તિ ઘર કરતી જાય છે. આમ છતાં અમને લાગે છે, કે ખર્ચાળ લગ્નોને બિનખર્ચાળ બનાવવાનો સૌથી સારો, સહેલો અને વ્યવહારુ માર્ગ આ જ છે.
એક બીજી કમનસીબી એ પણ છે કે અત્યારે માનવીને સામાજિક કુરિવાજો અને રૂઢિનાં બંધનોમાંથી મુક્ત થવાની ચેતના જાગે એવી કોઈ સુધારક પ્રવૃત્તિ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org