________________
આરોગ્ય : ૨
૪૭૫
“તાજેતરમાં મેરેથોન દોડ કરનાર એક નિવૃત્ત પહેલવાનનું પાકી વૃદ્ધ ઉંમરે અવસાન થયું. એમના હૃદયનું પોસ્ટમોર્ટમ કરવામાં આવતાં એમ જાણી શકાયું હતું કે એની હૃદયની રક્તવાહિની કે જે હૃદયને રક્ત પૂરું પાડવાનું કામ કરે છે, એ, તેમ જ મુખ્ય રક્તવાહિનીઓ અસાધારણ રીતે મોટી (પહોળી) થયેલી હતી. આનો અર્થ એ થયો કે કસરત કે શારીરિક પરિશ્રમને લીધે રક્તવાહિનીઓને નુકસાન પહોંચવાને બદલે ખરી રીતે એની શક્તિમાં વધારો થાય છે. કદાચ એમ બને કે કોઈ ચેપને કારણે હૃદયને નુકસાન પહોંચે; એ ઘટનાને બાદ કરતાં, નિયમિત અને સખત કસરતથી – શારીરિક પરિશ્રમથી – રક્તવાહિનીઓને સખ્ત કે સંકુચિત થતી અને હૃદયને લગતી બીજી બીમારીઓને આવતી અટકાવી શકાય.”
ઉપરની નોંધ કેટલી ઉપયોગી અને કેટલી માર્ગદર્શક છે એ માટે વિશેષ કહેવાની જરૂર નથી. આજે તો સુખી અને શ્રીમંત વ્યક્તિઓનાં નાની ઉંમરે અને અકાળે થતાં મોત આવા જ કોઈ કારણ તરફ આંગળી ચીંધીને પ્રજાને ચેતવણી આપી જાય છે.
પ્રમાણાતીત બૌદ્ધિક પરિશ્રમને લીધે હૃદય અને મગજ ઉપર વધારે પડતો બોજો પડતો જ રહે, અને એ બંનેને સ્વસ્થ અને તંદુરસ્ત રાખનાર શારીરિક કસરતની સતત ઉપેક્ષા જ થતી રહે, તો છેવટે કુદરત બમણા વેગથી પોતાનું વેર વસૂલ કરે છે !
આવું ન થાય અને તંદુરસ્ત અને સ્વસ્થતાભર્યું લાંબું જીવન જીવવાનો લાભ મળે એ માટે શારીરિક શ્રમને બૌદ્ધિક-માનસિક શ્રમની જેમ જ અપનાવવાની જરૂર છે. બંને શ્રમોની સમતુલા એ જ શાંત, નીરોગી અને દીર્ઘ જીવનનો પાયો છે.
(તા. ૩-૩-૧૯૬૨)
(૨) આરોગ્ય માટે ઉપવાસનો પ્રયોગ શ્રી ફૂલચંદ શામજી જૈન સમાજના એક જાણીતા કાર્યકર છે. તેઓ થોડા વખત પહેલાં શ્રી ઋષભદાસજી રાંકા સાથે નિસર્ગોપચાર-કેન્દ્ર, ઉરૂલીકાંચનમાં આરામ માટે રહ્યા હતા. આ વખતે એમણે બીતાં બીતાં સ્વાથ્યલાભ માટે ઉપવાસ કર્યા તેનું કેવું સારું પરિણામ આવ્યું તેનું વર્ણન એમણે “જૈન-જગત્' માસિકના ગત સપ્ટેમ્બર માસના અંકમાં કર્યું છે તે જાણવા જેવું છે, તેઓ કહે છે –
મને લાંબા વખતથી મરડાનો વ્યાધિ થયેલો હતો, અને એના જંતુઓએ હંમેશનું ઘર કર્યું હતું. ત્યાંના ડૉક્ટરે કહ્યું કે આનો ઈલાજ થઈ શકે એમ છે... આમાં ખાસ કરીને ખાન-પાનનો ફેરફાર કરવાનો હોય છે... ૧-૧૨ દિવસ ફળાહાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org