Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 490
________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો : ૫ ૪૬૭ પ્રજાની પાસેથી વસૂલ લેવામાં આવતા કરોની – એની જુદીજુદી શાખાઓની - કોઈ ગણતરી જ નથી. એમાં આવું આકરું અંદાજપત્ર આવી પડે ત્યારે પહેલી દૃષ્ટિએ તો એમ લાગ્યા વગર નથી રહેતું, કે આ તો સામાન્ય પ્રજાની કેડ ભાંગી નાખે એવું મમ્મરતોડ અંદાજપત્ર છે. કેળવણી અને વૈદકીય સારવાર અત્યારે કેટલી મોંઘી થઈ ગઈ છે એ તો જેને વેઠવું પડે તે જ જાણે. જીવનની અનિવાર્ય જરૂરિયાત સમાં આ બે ક્ષેત્રોમાં સરકાર તરફથી કોઈ પણ જાતની રાહતની જાહેરાત તો શું, વિચારણા પણ થતી હોવાનું જાણવામાં નથી. આમ છતાં એક વાત ખરી કે જો દેશને આબાદ કરવો હશે તો પ્રજાએ પોતાનો પૂરો ભોગ આપવો પડશે. પરંતુ હવેનું રાજતંત્ર તો એવું કાયદાતંત્ર થઈ ગયું છે કે એક વખત કાયદો ઘડાયો, એટલે પછી એના પાલનની ઇચ્છા-અનિચ્છાનો કોઈ સવાલ જ રહેતો નથી; પછી તો એને તાબે થયે જ પ્રજાનો છૂટકો છે. એટલે પાર્લામેન્ટ આ બજેટની દરખાસ્તો પસાર કરશે એટલે પછી પ્રજા તો એ વેઠશે જ વેઠશે, અને પોતાની જીવનની જરૂરિયાતો ઉપર કાપ મૂકીને પણ સરકારની તિજોરીઓ ભરવા માંડશે. પણ સવાલ એ છે, કે રાષ્ટ્રનિર્માણને માટે જ્યારે પ્રજા પાસેથી આ રીતે એના ગજા ઉપરાંત કહી શકાય એટલાં નાણાં વસૂલ કરવામાં આવે, ત્યારે સરકાર પોતે એ રાષ્ટ્ર નિર્માણમાં પોતાનો કેટલો ફાળો આપવા તૈયાર છે? સરકાર એટલે આપણા પ્રધાનોથી માંડીને નાનામાં નાના પટાવાળા સુધીનો પ્રત્યેક સરકારી નોકર; એ બધાઓએ પણ પોતાના આર્થિક લાભો ઉપર કાપ મૂકીને પોતાની રાષ્ટ્રભક્તિનો પુરાવો તરત જ રજૂ કરવો જોઈએ. પ્રજા આવા કરો ભર્યા જ કરે, અને પ્રધાનો અને અમલદારો પગાર, ભથ્થાઓ, મોટર અને બંગલાની વૈભવી સગવડો, ઊંચી જાતનાં ફર્નિચરો અને બીજી વૈભવની સામગ્રીઓ – આ બધું જો પૂર્વવત્ જ ચાલતું રહ્યું, તો દેશમાં પ્રજાતંત્રની સાચી સ્થાપનાને બદલે શાસિત અને શાસકના ભેદની પોષક અમલદારશાહીનું જ સામ્રાજ્ય પ્રવર્તવાનું. આવું ન બને એ માટે સરકારે પણ પોતાના લાભોમાં કાપ મૂકવો જરૂરી છે. બજેટની પ્રજા માટેની આવી આકરી દરખાસ્તોના સંબંધમાં સરકાર પાસે નીચે પ્રમાણે માગણી છે : (૧) કર ઉઘરાવવાની પદ્ધતિ એવી અટપટી અને ગૂંચવણભરી ન કરશો કે જેથી સામાન્ય પ્રજાજન હેરાન-પરેશાન થઈ જાય અને એને કાયમને માટે વકીલોના ગુલામ બની રહેવું પડે, તેમ જ પૈસા ભરવા છતાં કયાંક ગુન્હેગાર બની જવાનો ભય રહ્યા કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501