Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 495
________________ ૧૫ આરોગ્ય (૧) શરીરશ્રમ અને તંદુરસ્તી આધ્યાત્મિક સાધનાની વાત બાજુએ રાખીએ, પણ જો સુખ-શાંતિભર્યા જીવનનો વિચાર પણ કરીએ તો એમાં તંદુરસ્ત શરીર અને સ્વસ્થ મનની જરૂ૨ અનિવાર્યપણે દેખાય છે. એમ કહી શકાય કે તંદુરસ્ત તન અને સ્વસ્થ મનરૂપી બે ચક્રોના આધારે જ સુખ-શાંતિભર્યા જીવનનો રથ વણ-અટકચો આગળ વધી શકે છે. ધર્મસાધના કે ઉચ્ચ આધ્યાત્મિક સાધના માટે પણ દૃઢ અને નીરોગી શરીરની ઉપયોગિતા સ્વીકારવામાં આવી છે. આપણે ત્યાં ‘શરીરમાદ્ય વસ્તુ ધર્મસાધનમ્' (ખરેખર, શરીર એ ધર્મનું પાયાનું સાધન છે) એમ જે કહેવામાં આવ્યું છે, એનું હાર્દ આ જ છે. વળી, ‘પહેલું સુખ તે જાતે નર્યા' એ લોકોકિતમાં પણ આ જ ભાવ છે. આમ તો ભલે શરીર અને મન એ બંનેનાં બંધારણ જુદા-જુદા પ્રકારનાં હોય, પણ એ બંને એક જ વ્યક્તિનાં અંગરૂપ છે, બલ્કે, એક જ સિક્કાની અવિભાજ્ય બે બાજુઓ રૂપ છે; અને તેથી ઘણે મોટે ભાગે (બહુ જ થોડા અપવાદ સિવાય) તેમની એકબીજા ઉપર અસર થયા વગર રહેતી નથી. Jain Education International આમ છતાં મોટાઈ કે શ્રીમંતાઈ સાથે શરીર-શ્રમને જાણે અણબનાવ હોય એમ, જેમ-જેમ શ્રીમંતાઈમાં કે સત્તા વગેરેને કારણે મોટાઈમાં વધારો થતો જાય છે, તેમતેમ જીવનમાંથી શ૨ી૨-શ્રમ તરફની અભિરુચિ ઓછી થતી જાય છે; એટલું જ નહીં, એ તરફ એક પ્રકારની સૂગ કેળવાઈ જાય છે. અને છેવટે શરીરશ્રમ – પોતાનાં જ કામો માટે સુધ્ધાં – અપ્રતિષ્ઠારૂપ કે હલકો લેખાવા લાગે છે ! આમ જોઈએ તો શરીર-શ્રમ અને શ્રીમંતાઈ કે મોટાઈ વચ્ચેનો આ ગજગ્રાહ કે વિરોધ એ તો જમાનાજૂનો સવાલ છે. આમ છતાં અંગ્રેજી શાસન દરમ્યાન – છેલ્લાં દોઢસોએક વર્ષના ગાળામાં – શરીર-શ્રમ પ્રત્યેની આ સૂગમાં પ્રમાણાતીત વધારો થયો છે. શ્રીમંત હોય, સત્તાધારી હોય કે એવી કોઈ મોટાઈ જેને વરી હોય એ જાતમહેનત કરે એ શોભે જ નહીં; એમ કરવાથી તો એની મોટાઈમાં વાંધો આવે એવી સાવ બિનકુદરતી માન્યતા ઘણા મોટા પ્રમાણમાં લોકજીવનમાં ઘર કરી ગઈ છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 493 494 495 496 497 498 499 500 501