Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 492
________________ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજો ઃ ૬ ૪૬૯ તો અટવાઈ પડ્યો છે, કે હવે એમાંથી બહાર કેમ નીકળવું અને સારા વહીવટના સાચા માર્ગે કેવી રીતે ચઢવું એ વાતની એને પણ સૂઝ પડતી નથી - જાણે આખા દેશની આસપાસ કાયદાઓએ સરજેલી ભયંકર અરાજકતાનું એક પ્રકારનું વિષચક્ર જ ગોઠવાઈ ગયું છે. એને લીધે આખો દેશ જાણે ગુનેગારોનો જ દેશ બની ગયો છે. – કોઈ ઇરાદાપૂર્વક કાયદાના ભાંગીને ભુક્કા બોલાવી લીલાલહેર કરે છે, કોઈને દુભાતે હૃદયે કાયદાના સીમાડા ઓળંગવા પડે છે ! ગોળ અને ખાંડની રામાયણે દેશમાં કેવી કાગારોળ જન્માવી છે, અને પ્રજાજીવનને કેવું સંકટગ્રસ્ત બનાવી મૂક્યું છે ! એ માટે લોકસભા અને વિધાનસભાઓમાં કંઈ-કંઈ ખુલાસાઓ થયા, છતાં આવી વિષમ સ્થિતિ શાથી ઊભી થઈ એનો સાચો અને પ્રતીતિકર ખુલાસો મળવો તો હજી બાકી જ છે ! કદાચ હૃદયમાં કે બુદ્ધિમાં ઊતરે એવા સ્પષ્ટ ખુલાસાનો આવો અભાવ શાસકપક્ષે જન્માવેલી અને પોષેલી વ્યવસ્થિત તેમ જ સ્વાર્થપ્રેરિત અરાજકતાનું જ એક દુષ્પરિણામ હોય ! ધીમેધીમે આપણા રાજતંત્રનાં સૂત્રો એવા અવળા માર્ગે જઈ રહ્યાં છે, કે જેથી પ્રજાને પીડતા ઘણાખરા પ્રશ્નોનો સાચો ખુલાસો પ્રગટ કરવો શાસકપક્ષને પાલવે જ નહીં ! દિલ્હીને હમણાં એવો કાયદો લાગુ પડ્યો કે કોઈ માણસ એની સરહદની બહા૨ એક કિલો (આશરે સવાબે રતલ) મીઠાઈથી વધુ મીઠાઈ લઈ જાય તો એ ગુનેગાર બને ! જોધપુરની રામકહાણી વળી એવી સાંભળવા મળે છે, કે ત્યાં ખાંડ પૂરતા પ્રમાણમાં નહીં મળવાને કારણે, સારી મીઠાઈ બનાવનાર કંદોઈઓને આરામ કરવાનો વખત આવ્યો છે ! અને જેને મીઠાઈનો શોખ માણવો હોય એને ગોળ જેવી મેલી ખાંડમાંથી બનાવેલ, જોવી પણ ભાગ્યે જ ગમે એવી મીઠાઈનું સ્વાગત કરવું પડે છે ! મુંબઈમાં લગ્નની રજાચિઠ્ઠી બતાવો એટલે અમુક પ્રમાણમાં ખાંડ મળે; ત્યારે ગુજરાતમાં ગોળ માટે ય તપ કરવું પડે છે ! જ્યાં અમુક મોસમમાં ઢોરોને માટે પણ પૂરતો ગોળ મળી રહેતો હતો ત્યાં માનવીને માટે ગોળનાં વાખાં પડવા લાગ્યાં છે ! અને કલાકો સુધી કતારોમાં ઊભા રહ્યા પછી પણ સારા-ખોટા કે સસ્તા-મોંઘા ગોળ વચ્ચે પસંદગી કરવાનો તો કોઈને અધિકાર જ નથી ! જે દામે જેવો ગોળ મળે એ રાજી થઈને લઈ લેવાનો; નહીં તો એનાથી પણ રખડી પડવાનો વારો આવે ! સારો માલ સસ્તા ભાવે વેચવાની નીતિને જાકારો આપીને હલકો માલ મોંઘા દામે વેચવાની અનીતિ જાણે પ્રજાને માથે લદાઈ રહી છે ! વરસ-બે વરસ પહેલાં તો ખાંડનો જથ્થો એટલો બધો હોવાની વાતો થતી હતી, કે પરદેશ નિકાસ કરવા માટે ખાસ પરદેશના પ્રવાસો પણ ખેડવામાં આવતા હતા; એટલું જ નહીં, અમુક-અમુક વેપારીઓ કે ઉદ્યોગપતિઓને તો દેશમાંથી મોંઘા ભાવે ખરીદેલી ખાંડ પરદેશમાં એ દેશને પરવડતા સસ્તા ભાવે નિકાસ ક૨વાની ફરજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 490 491 492 493 494 495 496 497 498 499 500 501