Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 489
________________ ૪૬૬ જિનમાર્ગનું જતન સમાજમાં જરૂરિયાતવાળાં ભાઈ-બહેનોને સીધી આર્થિક મદદ આપવાને બદલે ઉદ્યોગગૃહ કે એવી યોજનાથી એમનામાં પુરુષાર્થ કરવાની સિંહવૃત્તિ જાગે છે એ તો મોટો લાભ છે; પણ એમ કરીને એ વ્યક્તિઓને બીજાની અનુકંપા કે દયા ઉપર આધાર રાખવામાંથી ઉગારી લેવી એ તો એના કરતાં પણ મહત્ત્વનું પાયાનું ધર્મકાર્ય છે. અમુક વર્ગ દાન આપતો જ રહે અને અમુક વર્ગ એ દાનનો ગરજુ બનીને જીવતો રહે એના જેવી માનવસમાજની બીજી કોઈ કરૂણ સ્થિતિ નથી; એમાંથી એને ઉગારી લેવો એ બહુ મોટું ધર્મકાર્ય છે. આપણા ગુરુઓ, શ્રીમંતો અને આગેવાનો સમાજના અભ્યદયની આ પાયાની વાત ઉપર વિશેષ ધ્યાન આપે એમ ઈચ્છીએ. આ રીતે સમાજના ભલા માટે પુરુષાર્થપરાયણતા જ મુખ્યત્વે પ્રોત્સાહનને યોગ્ય અને આવકારપાત્ર હોવા છતાં અનુકંપા અને દયાને પણ સમાજની ભલાઈમાં અમુક સ્થાન છે જ એનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ. કેટલીક વ્યક્તિઓ સમાજમાં એવી પણ રહેવાની જ કે જેમનામાં પુરુષાર્થ ફોરવવાની વૃત્તિ હોય કે ન હોય, પણ કામ કરવાની શક્તિ જ ન હોય : લાંબી બીમારી અતિવૃદ્ધાવસ્થા વગેરે કારણે આવું બનવું બહુ સ્વાભાવિક છે; અને બહેનોમાં તો આવી અસહાય સ્થિતિનું પ્રમાણ કંઈક વધારે પણ હોવાનું. આવી વ્યક્તિઓને આપણે પુરુષાર્થ કરવાનો ઉપદેશ આપીએ એ નકામો છે. એમને તો બનતી સીધેસીધી રાહત જ પહોંચવી જોઈએ. જ્યાં શક્ય હોય ત્યાં ઉદ્યોગગૃહ વગેરે કામ આપીને અને જ્યાં જરૂર હોય ત્યાં સીધી આર્થિક રાહત આપીને – એમ બંને રીતે સાધર્મિકોને ટકાવી રાખવાનો પ્રયત્ન કરીશું તો જ સંઘ ટકી શકશે એવો વિચિત્ર સમય આવ્યો છે. એ સમયને પિછાણીને એને અનુરૂપ પગલાં ભરવાની આપણે દીર્ધદષ્ટિ દાખવીએ એ જ અભ્યર્થના. (તા. ૧૩-૩-૧૯૬૫) (૫) સરકારી અંદાજપત્રઃ કાણા વાસણમાં પાણી ? ભારત સરકારનું આવતી કાલનું ૧૯૬૪નું અંદાજપત્ર (બજેટ) અત્યાર સુધીનાં અંદાજપત્રોમાં આકરામાં આકરા બજેટ તરીકેની નામના મેળવી જાય એવું નાણાપ્રધાને રજૂ કર્યું છે. એમ કહી શકાય કે, આગામી રાષ્ટ્રનિર્માણના કાર્યમાં, પોતાની શક્તિ હોય કે ન હોય તો પણ, દરેક પ્રજાજને ઈચ્છાએ કે અનિચ્છાએ, પોતાનો ફાળો આપવો જ પડે એવી રીતે સર્વપ્રજાજનસ્પર્શી આ અંદાજપત્ર ઘડાયું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501