Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 486
________________ ૪૬૩ જીવનનિર્વાહના પ્રશ્નો અને ખર્ચાળ રિવાજોઃ ૩, ૪ ગૌણ બાબત છે. એ ન હોય કે ધારણા કરતાં કે ચાલુ ચીલા કરતાં ઊણા હોય તો તેથી તપસ્યાના ફળમાં લેશ પણ ફરક પડતો નથી. તપસ્યામાં તો જેટલી સમતા હોય એટલું એનું ફળ વિશેષ; ભલે પછી ઓચ્છવમોચ્છવ કે ધામધૂમ હોય કે ન હોય. બાકી ધામધૂમ કે ઓચ્છવમોચ્છવના વિચારથી પ્રેરાઈને તપસ્યા કરવી એ તો પરાળની ખાતર ડાંગર લણવા જેવું ગણાય. અમને લાગે છે કે તપસ્યાથી ધર્મ, સંઘ અને સમાજનું બળ વધારવું હોય અને સાથે-સાથે વ્યક્તિની જીવનશુદ્ધિને વેગ આપવો હોય તો તપસ્યાની સાથે ખર્ચાળ રિવાજોનું જે જોડાણ થઈ ગયું છે તેને દૂર કરવું જ રહ્યું. જે ધર્મમાં નરી અધ્યાત્મદષ્ટિનું પ્રાધાન્ય હોય, ત્યાં ધનને આવું પ્રાધાન્ય આપવું એ તો બિલાડીને દૂધ ભળાવવા જેવું બહુ જ નમ્રતાપૂર્વક અમે સૌને કહીએ છીએ કે તપસ્વીઓની તપસ્યાના ગૌરવનો ભંગ થાય એ રીતે ખર્ચાળ રીત-રિવાજોને સ્થાન આપવું વાજબી નથી. ખર્ચાળ ધામધૂમના પંજામાંથી છૂટેલી તપસ્યાનું તેજ આજ કરતાં અનેકગણું વધી જશે એમાં અમને શંકા નથી; કોઈને પણ શંકા ન હો. (તા. ૧૩-૯-૧૯૫૫) (૪) અનુકંપાદાન અને ગૌરવદાન ઉછીના ધનથી એકાદ અવસર પતે, અણધારી આવી પડેલી કોઈ અણી-ઓપટી (આફત) ટળે કે એકાદ વેપાર-વ્યવહારનું કામ પાર પડે. પારકાની દયા કે અનુકંપાના બળે મળેલ સહાયથી જીવનનિર્વાહ માટેની તંગી કે મુસીબત ઘડીક ઓછી થાય, પણ સરવાળે એથી જીવન લાચાર બની જાય એ મોટો અને કાયમી ગેરલાભ. માનવ-માનવ વચ્ચેના વ્યવહારમાં દયા કે અનુકંપાની સારી અને માઠી બંને અસરો ધ્યાનમાં લેવા જેવી છે. જે માનવી પાસે વધારે સાધન-સંપત્તિ હોય એણે. અલ્પસાધન-સંપત્તિવાળાને કે સાધન-સંપત્તિ વગરનાને સંકટ સમયે સહાય આપવી એ એનો ધર્મ છે; એ ધર્મ બજાવવાથી જ એનાં સાધન-સંપત્તિ ચરિતાર્થ બને છે અને એની ઉપેક્ષા સેવતાં માનવી કર્તવ્યભ્રષ્ટ બની જાય છે. દયા કે અનુકંપા આચરનારનું જીવન અને ધન ધન્ય બને એ એની સારી અસર અને ઊજળી બાજ. પણ જે માનવી પોતાની અસહાયતા કે સંકટગ્રસ્ત સ્થિતિને કારણે સામા માનવીની આવી અનુકંપાબુદ્ધિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501