Book Title: Jinmargnu Jatan
Author(s): Ratilal D Desai
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 481
________________ ૪૫૮ જિનમાર્ગનું જતન એટલે અમને લાગે છે કે સમાજને આવા આત્મઘાતના પંથેથી પાછો વાળવાની જવાબદારી આપણા વિચારક આગેવાનોની છે. તેઓ જો રાહ નહીં બતાવે, તો આજે ભલે તેઓ પોતાની જાતને સલામત માનતા હોય, પણ એમને પોતાને પણ ક્યારેક ને ક્યારેક આ આર્થિક આંધીમાં સપડાવાનો વખત આવ્યા વગર નથી રહેવાનો: પૈસાને પડખું બદલતાં વાર નથી લાગતી. વળી, આજે તો આખી દુનિયાનું અર્થકારણ ક્રાંતિકારી, પલટો લઈ રહ્યું છે. ખરી રીતે તો આપણા આગેવાનો કે શ્રીમંતો સમાજને ખર્ચાળ રીતરિવાજોમાંથી બચાવી લેશે તો એમણે પોતાની જાતને અને પોતાનાં સંતાનોને જ બચાવી લીધાં લેખાશે. જો આપણા મોવડીઓ આ દિશામાં ચાલવા તૈયાર હોય તો સમાજ તો એમને અનુસરવા તૈયાર જ છે એમાં જરા ય શંકા નથી. આનું કારણ સ્પષ્ટ છે : આજે સાચી પરિસ્થિતિની સમજણ તો લગભગ બધાને મળી ગઈ છે, પણ એ સમજણ હોવા છતાં સાચી દિશામાં આચરણ માટે એમની હિંમત ચાલતી નથી. એટલે સમાજના શ્રીમંતો અને આગેવાનોએ સમાજમાં આવી હિંમતનો સંચાર કરવાનો છે અને આવી હિંમત ત્યારે જ આપી શકાય, જ્યારે શ્રીમંતો જે કંઈ સમાજ પાસે કરાવવું છે એની શરૂઆત પોતાના ઘરઆંગણેથી કરે. આપણો ગુરુવર્ગ ધારે તો આ દિશામાં ઘણું કામ કરી શકે એમ છે; સમાજને વિનાશના માર્ગે જતાં રોકીને વિકાસના માર્ગે દોરી જવો એ જવાબદારી સૌથી વધારે એમની છે. એક તો, પાદવિહાર કરતાં ગામોગામ ફરતાં હોવાથી, તેઓ ધારે તો સમાજની સાચી સ્થિતિનો ખ્યાલ બહુ સહેલાઈથી મેળવી શકે એમ છે. બીજું, સમાજમાં એમનું ચલણ પણ ઘણું છે. એટલે બીજાઓને માટે જે કામ બહુ મુશ્કેલ હોય, તે એમને માટે સહજસાધ્ય બની શકે એમ છે. વળી એમને પોતાને તો ગરીબ કે તવંગર ગણાવાનો જરા ય અવકાશ નથી, એટલે જે કંઈ કહેવું હોય તે તેઓ સાવ નિર્ભયતાપૂર્વક કહી શકે એમ પણ છે. આમ છતાં એમના જ હાથે, ધર્મના નામે પણ, ધનને જે વધારે પડતી પ્રતિષ્ઠા મળી રહી છે, તે જોતાં તેઓ સમાજને બચાવવા માટે આ દિશામાં કટીબદ્ધ થઈને પ્રયત્ન કરે એ અત્યારે તો ન બનવા જોગ લાગે છે. કદાચ તેઓના મનમાં ઊંડેઊંડે એવો પણ ભય હોય કે જો સમાજને આવા સામાજિક ખર્ચાળ રીતરિવાજોમાંથી પાછા ફરવાનું કહીશું તો જતેદહાડે એ, આજે ધર્મના નામે જે ખર્ચાળ ઉત્સવમહોત્સવો ચાલી રહ્યા છે એ તરફથી પણ મુખ ફેરવી લે. પણ જો આપણામાં ધર્મની સાચી સમજણ હોય તો આવો ભય સેવવાની મુદ્દલ જરૂર નથી; કારણ કે ધર્મની રક્ષા કંઈ ધનથી નહીં, પણ માનવીની પોતાની જીવનશુદ્ધિ અને સમાજશુદ્ધિથી જ થવાની છે. અને જો શુદ્ધિ નહીં હોય તો ધનના ઢગલા પણ ધર્મને નહીં જિવાડી શકે એ નક્કી સમજી રાખવું. એટલે સમાજ ઉપર જેમનું ઘણું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501